ટોપ ન્યૂઝનેશનલ

દેશમાં કોરોના એલર્ટ, 24 કલાકમાં નોંધાયા 3 હજારથી વધુ કેસ, દિલ્હીમાં ઇમરજન્સી બેઠક

  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના ના 3016 કેસ
  • દિલ્હીમાં સ્વાસ્થ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે બોલાવી ઈમરજન્સી બેઠક
  • વધતા જતા કેસ માટે સબ-વેરિઅન્ટ XBB.1.16 જવાબદાર

છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 3016 કેસ સામે આવ્યા છે. રોજિંદા પોઝીટીવીટી કેસનો દર 2.73% અને સાપ્તાહિક પોઝીટીવીટીનો દર 1.71% નોંધાયો છે. જે છેલ્લા 6 મહિનામાં સૌથી વધુ છે.

આ પણ વાંચો : હવે રાહુલ ગાંધી સામે વધુ એક ‘મોદી’ મેદાને : બ્રિટનની કોર્ટમાં દાખલ કરી શકે છે ફરિયાદ

કોરોનાએ ફરી એકવાર માથું ઉચક્યું છે. દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 3016 કેસ સામે આવ્યા છે. દૈનિક પોઝીટીવીટી દર 2.73% અને સાપ્તાહિક પોઝીટીવીટી દર 1.71% નોંધાયો છે. આ આંકડો છેલ્લા 6 મહિનામાં સૌથી વધુ છે. જો કે સક્રિય કેસ વધીને 13,509 થઈ ગયા છે. આ પહેલા ગત વર્ષે 2 ઓક્ટેબરે 3,375 કેસ નોંધાયા હતા. તાજેતરમાં કોવિડ-19થી 14 લોકોના મોત સાથે મૃતકોની સંખ્યા વધીને 5,30,862 થઈ ગઈ છે. મંત્રાલયની વેબસાઈટ અનુસાર દેશવ્યાપી કોવિડ-19 રસીકરણ હેઠળ અત્યાર સુધીમાં કોવિડ રસીના 220.65 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

દિલ્હીમાં ઇમરજન્સી બેઠક

દિલ્હીમાં વધતા જતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખતા સ્વાસ્થ્યમંત્રી સૌરભ ભારદ્વાજે એક ઇમરજન્સી બેઠક બોલાવી છે. સ્વાસ્થ્યમંત્રી સૌરભ ભારદ્વાજ આજે બપોરે સ્વાસ્થ્ય વિભાગ સાથે જોડાયેલા અધિકારીઓ અને નિષ્ણાંત ડૉક્ટરો સાથે વાતચીત કરશે. સ્વાસ્થ્ય વિભાગના સેક્રેટરી, ડાયરેક્ટર જનરલ હેલ્થ સર્વિસીસ, ઓક્સિજન અમે પરિક્ષણના નોડલ અધિકારી અને એલએનજેપી સહિત અન્ય હોસ્પિટલના મેડિકલ ડારેક્ટર આ બેઠકમાં હાજર રહેશે.

કોરોના એલર્ટ - Humdekhengenews

દિલ્હીમાં 6 મહિના પછી કોરોના સંક્રમિતોની સંખ્યા 300ને પાર

જો વાત કરીએ દિલ્હીની તો છેલ્લા 6 મહિનામાં પ્રથમવાર કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 300એ પહોંચી છે. બુધવારે જારી કરેલ આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજધાની દિલ્હીમાં કોવિડ-19થી 2 લોકોના મોત થયા છે. જે સાથે જ સંક્રમણનો દર 13.89 ટકા થઈ ગયો છે. 300 નવા કેસ નોંધાતાની સાથે જ શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 806 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આશરે 2160 ટેસ્ટ કરવામા આવ્યા છે. તે સમયે દિલ્હીમાં સરકારે કહ્યું છે કે, કોરોનાના સંક્રમણ દરમાં થયેલા વધારાની તુલના પાછલી લહેર સાથે કરી શકાય નહીં. આ વેરિંયટ એટલો ગંભીર નથી.

વધતા જતા કેસ માટે જવાબદાર નવું વેરિંયટ

નિષ્ણાતો કહે છે કે દેશમાં કોરોનાના વધતા કેસ પાછળ કોરોનાનું નવું સબ-વેરિઅન્ટ XBB.1.16 હોઈ શકે છે અને તેના કારણે ભવિષ્યમાં નવી લહેર આવવાની શક્યતા છે. ક્રિટિકલ કેર અને પલ્મોનોલોજીના વડા ડૉ. કુલદીપ કુમાર ગ્રોવરે કોવિડના કેસોમાં આવેલ તાજેતરના વધારા વિશે વાત કરતા કહ્યું કે, “કોરોનાના નવા પ્રકારના લક્ષણો પહેલા જેવા જ છે. કોઈ નવા લક્ષણો સામે આવ્યા નથી. બદલાતા હવામાનને કારણે ફ્લૂના કેસોમાં પણ વધારો થયો છે, જેના લક્ષણો કોરોના જેવા હોવાથી લોકો ગભરાઈ રહ્યા છે.

કોરોનાના કેસ -humdekhengenews

નિષ્ણાતોના મતે, નવા કોવિડ વેરિઅન્ટ XBB.1.16 કોરોનાના કેસોની સંખ્યામાં અચાનક વધારો ચિંતાનો વિષય બની શકે છે. ઈન્ડિન એકેડેમી ઓફ પેડિયાટ્રિક્સના પૂર્વ સંયોજક અને અને બિજનોરના મંગળા હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ના કન્સલ્ટન્ટ, બાળ રોગ નિષ્ણાત વિપીન એમ વરિષ્ઠે ટ્વિટ કર્યું હતુ કે, “XBB.1.16 XBB.1.5 કરતાં 140 ટકા વધુ ઝડપથી ફેલાઈ શકે છે. તે XBB.1.5 કરતાં વધુ આક્રમક છે અને કદાચ XBB.1.9 વેરિઅન્ટ કરતાં વધુ ઝડપી છે.”

Back to top button