ભારતમાં કોરોના સંક્રમણ હવે દિવસેને દિવસેને વધુ જાય છે. છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસોમા ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 3,823 કેસ સામે આવ્યા છે. આ સાથે ભારતમાં સક્રિય કેસની સંખ્યા વધીને 18,389 થઈ ગઈ છે જે વર્ષના સૌથી વધુ કેસ છે.
છેલ્લા 24 કલાકમાં 3 હજારથી વધુ કેસ નોંધાયા
દેશમાં કોરોનાનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોનાના ત્રણ હજારથી વધુ નવા કેસ નોંધાયા છે, જ્યારે 4 સંક્રમિત લોકોના મોત થયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 18 હજારથી વધુ થઈ ગઈ છે. આ દરમિયાન, ચાલુ કોવિડ રસીકરણ દરમિયાન 2799 લોકોને રસી આપવામાં આવી છે અને અત્યાર સુધીમાં દેશમાં 220 કરોડ 66 લાખ 11 હજાર 814 લોકોને રસી આપવામાં આવી છે.
India reports 3,824 new cases of Covid-19 in 24 hours; the active caseload stands at 18,389. pic.twitter.com/i4AOCyHAj3
— ANI (@ANI) April 2, 2023
સક્રિય કેસોની સંખ્યા વધીને 18,389
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આજે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોના વાયરસના 3,824 નવા કેસ નોંધાયા છે.આ સાથે સક્રિય કેસોની સંખ્યા વધીને 18,389 થઈ ગઈ છે. આ દરમિયાન કોરોનાથી ચાર લોકોના મોત થયા છે જ્યારે 1784 લોકો સ્વસ્થ થયા છે. કેરળમાં છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં સૌથી વધુ 578 સક્રિય કેસ નોંધાયા છે.
આ પણ વાંચો : પાર્થિવ પટેલે કરી મોટી ભવિષ્યવાણી : IPLમાં 600થી વધુ રન બનાવશે આ ખેલાડી