ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

Cooling Effect: ગરમીમાં મળતા આઇસ એપલનું સેવન જરૂર કરજો

Text To Speech
  • સમરમાં મળતા આઇસ એપલ તાડગોળા કે તાડફળીના નામે પણ ઓળખાય છે. 
  • વિટામિન બી, આયરન, ઝિંક, પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમથી સમૃદ્ધ છે.
  • આ ફળમાં રહેલુ ફાઇબર પાચનને ઠીક કરીને મેટાબોલિઝમ સુધારે છે.

જો તમે ગરમીમાં વધતા તાપમાન અને વધતા શરીરને લઇને પરેશાન છો તો હવે ટેન્શન છોડો. તમારા ડાયેટમાં આઇસ એપલને સામેલ કરો. આઇસએપલ સમરમાં ઠેર ઠેર જોવા મળે છે. તેને તાડગોળા કે તાડફળી પણ કહેવાય છે.

આ ફળ તમારી વેઇટ લોસ જર્નીમાં પણ મદદ કરશે. આઇસ એપલમાં વિટામિન બી, આયરન, ઝિંક, પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ જેવા વિટામીન અને મિનરલ્સ રહેલા છે. જે હેલ્થને ગજબના ફાયદા પહોંચાડે છે. જાણો આઇસ એપલ ખાવાથી હેલ્થને શું ફાયદા થાય છે.

Cooling Effect: ગરમીમાં મળતા આઇસ એપલનું સેવન જરૂર કરજો hum dekhenge news

વેઇટ લોસ

આઇસએપલના સેવનથી વેઇટલોસમાં મદદ મળે છે. આ ફળમાં કેલરીની માત્રા ઓછી હોય છે અને પાણીની માત્રા વધુ હોવાના કારણે પેટ લાંબા સમય સુધી ભરેલુ રહે છે. તેથી લોકો તેને વેઇટલોસ જર્નીમાં સામેલ કરે છે. આ ફળમાં રહેલુ ફાઇબર પાચનને ઠીક કરીને મેટાબોલિઝમ સુધારે છે.

બોડી ટેમ્પરેચર રાખે કન્ટ્રોલમાં

આઇસ એપલની તાસીર ઠંડી હોવાના કારણે તે શરીરને ઠંડુ બનાવી રાખવામાં મદદ કરે છે. ગરમીમાં પરસેવો થવાના લીધે પાણીની કમી થાય છે. તેથી ડિહાઇડ્રેશન અને બળતરા થઇ શકે છે. તેનાથી છુટકારો મેળવવા આ ઉપાય કારગત છે.

Cooling Effect: ગરમીમાં મળતા આઇસ એપલનું સેવન જરૂર કરજો hum dekhenge news

વ્હાઇટ ડિસ્ચાર્જની સમસ્યા

મહિલાઓને વ્હાઇટ ડિસ્ચાર્જની સમસ્યા હોય છે. તેના લીધે નબળાઇ સહિતની ઘણી તકલીફો થાય છે. આવા સમયે આઇસ એપલ નામનું આ ફળ તમારી સમસ્યાનું સમાધાન કરી શકે છે. તેમાં રહેલુ ફોસ્ફરસ અને કેલ્શિયમ તમને રાહત આપે છે.

ડાયાબિટીસ

આઇસ એપલનો ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ઓછો હોવાના કારણે ડાયાબિટીસ કન્ટ્રોલમાં મદદ કરે છે. ડાયાબિટીસના દર્દીઓની ઇમ્યુનિટી બુસ્ટ કરી શકે છે.

Cooling Effect: ગરમીમાં મળતા આઇસ એપલનું સેવન જરૂર કરજો hum dekhenge news

સ્કીન પ્રોબલેમ

આઇસ એપલ તમારી ત્વચાનો ખ્યાલ રાખે છે. આ ફળ ખાવાથી અળાઇઓ, ફોડલીઓ જેવી ગરમીના લીધે ત્વચાને થતી તકલીફોથી બચી શકાય છે. તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ અને એન્ટીઇન્ફ્લેમેટરી ગુણ ત્વચાના સોજા અને બળતરાની તકલીફ દુર કરી શકે છે.

આ પણ વાંચોઃ સલમાનને ફરી મારી નાખવાની ધમકી, રાખી સાવંતને પણ વોર્નિંગ !

Back to top button