રાજ્યમાં કડકડતી ઠંડી બાદ લોકો હવે રાહત અનુભવી રહ્યા છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનું જોર ઘટતુ જોવા મળી રહ્યું છે. આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ ઘટી શકે છે. રાજ્યમાં તાપમાન ઉંચકાતા ઠંડી ઘટી છે. મોટાભાગના શહોરોમાં લધુત્તમ તાપમાન 13 ડિગ્રી, અને મહત્તમ તાપમાન 30 ડિગ્રીને પાર પહોંચ્યું છે.
આ પણ વાંચો : અમિત જેઠવા હત્યા કેસના મુખ્ય સાક્ષી ધર્મેન્દ્રગીરી પર જીવલેણ હુમલો
નલિયા અને કંડલાને બાદ કરતાં શહેરોનું લધુત્તમ તાપમાન 13 ડિગ્રી નોંધાયું છે. શુક્રવારે નલિયામાં 6.9 ડિગ્રી, અમદાવાદમાં 14.2 ડિગ્રી, ગાંધીનગરમાં 13.2, વલસાડમાં 35 ડિગ્રી, સુરતમાં 33.4 ડિગ્રી, ભુજમાં 33.6, મહુવામાં 33.4, રાજકોટમાં 33.2 સુરેન્દ્રનગરમાં 33 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 30.7 નોંધાયું હતું.
તો બીજી તરફ, આગામી ત્રણ દિવસ ગુજરાતમાં સરેરાશ લધુત્તમ તાપમાન 3 ડિગ્રી જેટલું વધતાં ઠંડીમાં ઘટાડો થશે. આગામી ચાર દિવસથી ગરમીમાં સાધારણ વધારો થવાની સંભાવના છે. નિષ્ણાતો અનુસાર, તાપમાનમાં થઇ રહેલા ફેરફારને લીધે રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળશે, જ્યારે દિવસ દરમિયાન ગરમીને લીધે બેવડી ઋતુ અનુભવાશે. રાજ્યમાં રાતના તાપમાનમાં પણ આગામી સમયમાં ધીમે-ધીમે વધારો થવાની પણ શરુઆત થશે. ઠંડી હજુ ફેબ્રુઆરી મહિના સુધી રહેશે અને તે પછી તાપમાનમાં વધારો થવાની શરુઆત થઈ જશે.
હવામાન વિભાગ દ્વારા મળચતી માહિતી મુજબ “ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન સૂકું રહેવાની આગાહી છે. રાજ્યમાં વરસાદ થવાની સંભાવના નથી. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કંઈ મોટો ઘટાડો થવાની સંભાવના નથી. પરંતુ તાપમાન 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. હાલ જે સમય ચાલી રહ્યો છે તેમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થશે, રાત્રી દરમિયાન પડતી ઠંડીમાં આગામી પાંચ દિવસમાં ઘટાડો થતો જોવા મળશે.”