સુરત : 2 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની ઘટનામાં પીડિત પરિવારને 5 મહિનામાં જ મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજા
સુરતમાં 2 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરવાના કેસમાં દોષિતને ફાંસીની સજા સંભળાવવામા આવી છે. આરોપી યુસુફ ઈસ્માઈલે પાંચ મહિના પહેલા બે વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરી નાખી હતી. આ કેસમાં માત્ર પાંચ મહિનામાં જ આરોપીને સજા સંભળાવવામાં આવી છે.
સુરતમાં બાળકી પર દુષ્કર્મના કેસમાં માત્ર 5 મહિનામાં સજા
ઉલ્લેખનિય છે કે સુરતના સચિન વિસ્તારમાં ગત 27 ફેબ્રુઆરે યુસુફ ઈસ્માઈલ નામના શખ્સે 2 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરી હતી. આ કેસમાં માત્ર 11 દિવસમાં ચાર્જશીટ બાદ ટ્રાયલ શરૂ થઇ હતી અને માત્ર પાંચ મહિનામાં જ આરોપીને ફાંસી સજા આપવામાં આવી છે.
આ પણ વાંચો : ગાંધીનગરનો 59મો સ્થાપના દિવસ: આંધીનગર અને ધુળિયુંનગર કેવી રીતે બન્યું રાજ્યનું પાટનગર ?
બાળકીને રમાડવાને બહાને લઈ ગઈ દુષ્કર્મ આચર્યું
આરોપી ઈસ્માઈલ ઉર્ફે યુસુફ સલીમ હજાત અવારનવાર બાળકીના ઘરે આવતો જતો રહેતો હતો ત્યારે 27 ફેબ્રુઆરે સાંજે તે બાળકીને રમાડવા માટે લઈ ગયો હતો. અને તે મોડે સુધી પરત ન ફરતા પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી. ઈસ્માઈલ મોડે સુધી પરત ન ફરતા પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી આ દરમિયાન ખુલ્લી જગ્યામાં ઝાડીઓમાંથી બે વર્ષની બાળકીની લાશ મળી આવી હતી.
માત્ર 11 દિવસમાં રજૂ કરાઈ હતી ચાર્જશીટ
આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. પરિવારે આ અંગે પોલીસને જાણ કરતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પોલીસે સઘન તપાસ આદરતા ગણતરીના કલાકોમાં જ આરોપી ઇસ્માઇલ ઉર્ફે યુસુફને ઝડપી પાડ્યો હતો. અને માત્ર 11 દિવસ જેટલા ટૂંકા ગાળામાં આરોપી વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. અને 31 જુલાઈના રોજ થયેલી સુનાવણીમાં તમામ પુરાવાઓને આધારે કોર્ટે આરોપી ઇસ્માઇલને દોષિત ઘોષિત કર્યો હતો. સજા જાહેર કરવા માટે 2 ઓગસ્ટનો દિવસ નક્કી કરાયો હતો. ત્યારે આજે કોર્ટે ઐતિહાસિક ચૂકાદો આપતા આરોપીને ફાંસીની સજા આપી છે. કોર્ટના આ ચુકાદા બાદ પીડિત પરિવારે પીડિતાને ન્યાય મળ્યો હોવાનો સંતોષ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો : અરવલ્લીની શાળામાં ‘કનઝંક્ટીવાઈટીસ’નો પગપેસારો, એક જ સ્કૂલના 39 બાળકોને લાગ્યો ચેપ