ગુજરાત

વિવાદ: દાંતીવાડા સરપંચ એસોસિએશનના બે પત્રો વાયરલ, એકમાં કટકીનો આક્ષેપ, બીજામાં બચાવ કરાયો

Text To Speech

બંને પત્રોને લઈને જિલ્લામાં ભારે ચર્ચા
બન્ને પત્રોની તપાસ કરાય તો સાચી વિગતો બહાર આવી શકે છે

પાલનપુર, દાંતીવાડા તાલુકા પંચાયતમાં ભ્રષ્ટાચારને લઈને વાયરલ થયેલા દાંતીવાડા તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખના પત્રને લઈ ભારે વિવાદ સર્જાયો છે. એક પત્રમાં તાલુકા પંચાયતના અધિક મદદનીશ બિલ બનાવવામાં 5% સરપંચો પાસે એડવાન્સ માંગતા હોવાનો આક્ષેપ કરાયો છે. તો બીજા પત્રમાં કામમાં કોઈ ટકાવારી માંગતા નથી તેઓ બચાવો કરાયો છે. આ બંને પત્રોને લઈને દાંતીવાડા તાલુકા સરપંચ એસોસિએશનમાં વિવાદ સર્જાયો છે. જેની તપાસ કરવામાં આવે તો સત્ય બહાર આવે તેમ છે.

SARPANCH LATER

આ પત્રની સમગ્ર વિગત એવી છે કે, દાંતીવાડા તાલુકા સરપંચ એસોસિએશનના લેટરપેડ ઉપર જિલ્લા વિકાસ અધિકારીને સંબોધીને લખાયેલા પત્રમાં આક્ષેપ કરાયો છે કે, દાંતીવાડા તાલુકા પંચાયત ના બાંધકામ વિભાગમાં ફરજ બજાવતા અધિક મદદનીશ ઇજનેર પ્રજ્ઞેશભાઈ મકવાણા બાંધકામના કોઈપણ કામનું માપ લઈ બિલ બનાવવા માટે પાંચ ટકા જેટલી રકમ એડવાન્સ માંગે છે.જે રકમ આપવાની કોઈ ના પાડે તો તેના કામ પૂર્ણ હોય તો પણ બિલ કાપી નાખવામાં આવે છે. વળી કોઈ સરપંચનો ફોન ઉપાડતા નથી. તેમ જણાવીને આ ગંભીર અક્ષેપોને લઈને આ.મ.ઇ.ની તાત્કાલિક બદલી કરવાની માંગણી કરવામાં આવી હતી. જો આ અંગે કોઈ પગલાં નહીં લેવા હોય તો 11 જુલાઈ’22 થી દાંતીવાડા તાલુકા સરપંચ એસોસિએશન જિલ્લા પંચાયત ખાતે આમરણ ઉપવાસ ઉપર બેસસે. તેવી ચીમકી પણ આપવામાં આવી હતી. વાયરલ થયેલા આ પત્રને લઈને સરપંચોમાં ખળભળાટ મચી ગયો છે.

SARPANCH LATER

પત્રનો દુરુપયોગ કરાયો હોવાનો બચાવ
તો બીજી તરફ બીજો પત્ર દાંતીવાડા તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખે લખેલો અને વાયરલ થયેલા પત્રમાં દાંતીવાડા તાલુકાના અ.મ.ઈ. પી. એન. મકવાણા સરપંચો પાસે કોઈ ટકાવારી કે પૈસાની માંગણી કરતા નથી. અને વિના વિલંબે કામ પૂર્ણ કરે છે. માપ લીધા પછી બીજા જ દિવસે એમબી રેકોર્ડ કરી બિલ મળી જાય છે. આ પત્રમાં એવું જણાવવામાં આવ્યું છે કે, દાંતીવાડા તાલુકામાં હાલમાં તલાટીનો પ્રશ્ન ચાલી રહ્યો છે. આ પ્રશ્નને થાળે પાડવા માટે કોરા લેટરપેડ ઉપર સહી લેવામાં આવી હતી, અને તેનો દુરુપયોગ કરાયો છે.

તો હવે શું ?
દાંતીવાડા સરપંચ એસોસિએશનના બંને પત્રો વાયરલ થયા છે. એક પત્રમાં અ.મ.ઈ. સામે ભ્રષ્ટાચારનો ગંભીર આક્ષેપ કરાયો છે. તો બીજા પત્રમાં અ.મ.ઇ.નો બચાવ કરાયો છે. ત્યારે પ્રશ્ન થાય છે કે, આ પત્રમાં કરાયેલા આક્ષેપોમાં કેટલું તથ્ય છે ? જેની તપાસ કરવામાં આવે તો સાચી હકીકત બહાર આવે. જોકે પોતાના ઉપર થયેલા આક્ષેપોને લઈને અ.મ.ઇ. પ્રજ્ઞેશ મકવાણાએ આક્ષેપો ખોટા હોવાનું પણ જાહેર કર્યું છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, ટકાવારીના મુદ્દે આજ તાલુકા પંચાયતના ટીડીઓ વિરુદ્ધ પણ ભ્રષ્ટાચારના આક્ષેપો તલાટી મંડળ દ્વારા કરવામાં આવ્યા હતા. જેને લઈને હવે દાંતીવાડા તાલુકા પંચાયતમાં આ મુદ્દે ઊંડી તપાસ કરાવવાની જરૂર છે.

Back to top button