ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઉધયનિધિના નિવેદનને લઈને મલેશિયા પહોંચ્યો વિવાદ, હિન્દુ સંગઠને કરી કાર્યવાહીની માંગ

Text To Speech
  • ઉધયનિધિ સ્ટાલિનના સનાતન ધર્મ સાથે જોડાયેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને હોબાળો.
  • મલેશિયાના હિન્દુ સંગઠને ભારતીય હાઈ કમિશનને પત્ર લખીને તેમના નિવેદનની ટીકા કરી.
  • હિન્દુ સંગઠનનું કહેવું છે કે ઉધયનિધિએ પોતાના ભાષણમાં સનાતન ધર્મની પવિત્રતા પર પ્રહાર કર્યો છે. જેને લઈને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

વિવાદાસ્પદ નિવેદ: તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનના પુત્ર ઉધયનિધિ સ્ટાલિન સનાતન ધર્મને લઈને પોતાના નિવેદનને કારણે દેશભરમાં નિશાના પર છે. સ્ટાલિને એક કોન્ફરન્સમાં કહ્યું કે સનાતન ધર્મ ડેન્ગ્યુ મેલેરિયા જેવો છે જેને નાબૂદ કરવાની જરૂર છે. ડીએમકેના નેતા અને તમિલનાડુ સરકારમાં મંત્રી ઉધયનિધિ સ્ટાલિનના આ નિવેદન પર ભારતની સાથે-સાથે વિદેશોમાં પણ આકરી પ્રતિક્રિયા આવી છે. હિંદુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે મલેશિયાના એક હિંદુ સંગઠને ભારતના હાઈ કમિશનને નિંદાનો પત્ર લખીને સ્ટાલિનના નિવેદન સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે.

મલેશિયા હિન્દુ સંગમે 4 સપ્ટેમ્બરના રોજ લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, ‘મલેશિયા હિન્દુ સંગમ અને મલેશિયાના હિન્દુ સમુદાય વતી અમે ઉધયનિધિ સ્ટાલિનના નિવેદનનો સખત વિરોધ કરીએ છીએ. તેમણે સનાતન રોકો સંમેલનમાં જે નિવેદન આપ્યું હતું તેની અમે નિંદા કરીએ છીએ. તેમણે સનાતન ઉન્મૂલ સંમેલનમાં આપેલા પ્રવચનમાં સનાતન ધર્મની સરખામણી મચ્છર, ડેન્ગ્યુ, મેલેરિયા અને કોરોના સાથે કરી અને કહ્યું કે સનાતન ધર્મને વધતો અટકાવવો પડશે.

સંગઠને મોદી સરકાર પાસે કાર્યવાહીની માંગ કરી હતી

હિન્દુ સંગઠને ભારત સરકાર પાસે સ્ટાલિન સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પત્રમાં સંગઠને લખ્યું છે કે, ‘અમે ફરી એકવાર આ ભાષણ પર અમારી સખત નિંદા અને અસંમતિ નોંધાવીએ છીએ. અમે ભારત સરકારને વિનંતી કરીએ છીએ કે લોકોની સંવેદનાનું અપમાન કરતા આ કૃત્ય સામે કડક પગલાં લેવામાં આવે. મલેશિયા હિંદુ સંગમે પણ આ મામલે ભારતીય હાઈ કમિશન પાસેથી સહયોગ માંગ્યો છે.

આ પણ વાંચો: PM મોદીએ ભારત અને ઈન્ડિયાના મુદ્દા પર મંત્રીઓને આપી સૂચના, શું છે વિવાદ?

Back to top button