ગુજરાતટોપ ન્યૂઝ

સાળંગપુર મંદિરમાં ભીંતચિત્રોને લઈને વિવાદ ઉગ્ર : રાજકોટના વકીલની અનેક મંદિરોને નોટિસ

Text To Speech

બોટાદમાં સાળંગપુરના હનુમાનજીની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના નિર્માણના ચાર મહિના બાદ વિવાદ સર્જાયો છે. 54 ફૂટની મૂર્તિની નીચે હનુમાનજીને સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી સમક્ષ નમન કરતા દર્શાવવામાં આવ્યા છે. જેના કારણે વિરોધનો સુર ઉઠ્યો છે. હવે આ વિવાદ ઉગ્ર બનતો જઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે રાજકોટના વકીલે લોકોની લાગણીને ઠેસ પહોંચાડવા બાબતે સાળંગપુર મંદિર, સ્વામિનારાયણ મંદિર કુંડળધામ, BAPS સ્વામિનારાયણ મંદિર કાલાવડ, સ્વામિનારાયણ મંદિર વડતાલ અને સ્વામિનારાયણ મંદિર નીલકંઠ ધામ પોઈચાને નોટિસ મોકલી છે.

રાજકોટના વકીલની અનેક મંદિરોને ફટકારી લીગલ નોટિસ

સાળંગપુરના હનુમાનજી મંદિરના ભીંતચિત્રોમાં હનુમાનજીને સ્વામિનારાયણ ભગવાનના વંદન કરતા દર્શાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. અને આ મામલે સાધુ-સંતો, વિશ્વ હિન્દુ પરિષદ સહિતના સંગઠનોએ ભીંતચિત્રો હટાવવાની ઉગ્ર માંગણી કરી છે. ત્યારે હવે આ ભીંતચિત્રોને લઈને રાજકોટના વકીલ રવિ રાઠોડ દ્વારા સાળંગપુર, કુંડળ, વડતાલ, પોચા, રાજકોટ ખાતે સ્વામિનારાયણ મંદિરે નોટિસ મોકલવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.

જાણો નોટીસમાં શું લખ્યું ?

આ નોટિસમાં લખેલું છે કે, ‘ સાળંગપુર ખાતે ગત તા. 06/04/2023ના હનુમાન જયંતિના પર્વ પર શ્રી રામ ભક્ત હનુમાનજીની 54 ફુટ ઊંચી પ્રતિમાનું લોકાર્પણ કરેલ જે મુર્તિની નીચે ચારેય તરફ જે શ્રી રામ ભક્ત હનુમાનજીના ચિત્રો દર્શાવવામાં આવેલ છે, તેમજ યુટ્યુબના માધ્યમથી એનિમેશન સીરિઝ જે નીલકંઢ વર્ણીના જીવનકાળા દર્શાવવા માટે અપલોડ કરવામાં આવેલી છે, જેમાં સનાતન હિન્દુ ધર્મનું અપમાન થયેલ હોય, જે આવું કૃત્ય કરવાથી હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચેલ છે અને સનાતન હિન્દુ ધર્મનો આપની સંસ્થા દ્વારા જે મજાક ઉડાવવામાં આવેલ છે, જેના લીધે આ નોટિસ આપવાની ફરજ પડેલી છે”.

ભીંતચિત્રો હટાવવામાં નહીં આવે તો કાર્યવાહી કરાશે

આ સાથે તેમણે વધુમાં કહ્યું કે, “જો આ નોટિસ મળ્યે તુરંત સનાતન ધર્મ અને હિન્દુઓની લાગણી દુભાય એવા ચિત્રો, પોસ્ટરો કે મૂર્તિઓ આપ અને આપની કોઈ પણ સંસ્થા દ્વારા હટાવવામાં નહીં આવે તો તમારી સંસ્થા સામે કાનુની કાર્યવાહી કરવામાં આવશે”.

આ પણ વાંચો : સુરતમાં રોગચાળો વકર્યો , સિવિલ હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યાં, દર્દીઓને નીચે ગાદલાં પાથરવા પડ્યાં

Back to top button