ટોપ ન્યૂઝ

ઓસામા બિન લાદેનને તેના ગુરુ તરીકે વર્ણવી UPના અધિકારીએ ઓફિસમાં તસવીર લગાવતા વિવાદ

Text To Speech

નેશનલ ડેસ્કઃ ઉત્તર પ્રદેશના ફરુખાબાદમાં એક અધિકારી વિશ્વના સૌથી ખતરનાક આતંકવાદી ઓસામા બિન લાદેનને તેના માર્ગદર્શક કહી રહ્યા છે.! એટલું જ નહીં આ મહાનુભાવે તો ઓફિસમાં પણ લાદેનની તસવીર લગાવી દીધી છે.

ફરુખાબાદના નવાબગંજ સ્થિત ઓફિસમાં ઓસામાની તસવીર વાઇરલ થતાં હંગામો મચી ગયો હતો. ફોટા નીચે ‘આદરણીય ઓસામા બિન લાદેન-વિશ્વનો શ્રેષ્ઠ જુનિયર એન્જિનિયર’ તેવું લખેલું છે. આની નીચે SDO રવિન્દ્ર પ્રકાશ ગૌતમનું નામ છે.

અધિક્ષક ઇજનેર એસ.કે.શ્રીવાસ્તવે જણાવ્યું કે, તેમને પણ આ અંગે જાણ થઇ છે. તેની તપાસ માટે એક કમિટી બનાવવામાં આવી છે. રિપોર્ટ મળ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે. નવાબગંજ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન ઓફિસ સંકુલના વેઇટિંગ રૂમની દિવાલ પર ઓસામા બિન લાદેનનો ફોટો વાઇરલ થયો છે. દિવાલ પરનો ફોટો વાઇરલ થયા બાદ તેની માહિતી ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી હતી. ત્યારબાદ તાત્કાલિક જ ફોટો ઉતારવામાં આવ્યો હતો.

જ્યારે સબ ડિવિઝનલ ઓફિસર રવિન્દ્ર પ્રકાશ ગૌતમને ફોન કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, લાદેન અમારો ગુરુ છે. જો ફોટો દૂર કરવામાં આવશે તો અન્ય ફોટા પણ લગાવવામાં આવશે. આ ફોટો મેં લગાવ્યો છે. બીજી તરફ અધિક્ષક ઈજનેરે આ અંગે વરિષ્ઠ અધિકારીઓને જાણ કરવા જણાવ્યું છે.

Back to top button