અમદાવાદકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

ચોટીલાની તિરંગા યાત્રામાં સાવરકરની ટી-શર્ટનો વિવાદ, કોંગ્રેસના નેતાઓ સામે ગુનો નોંધાયો

Text To Speech

ગાંધીનગર, 15 ઓગસ્ટ 2024, ગુજરાત કોંગ્રેસની ન્યાય યાત્રા ચાલી રહી છે. બીજી બાજુ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. હવે આ યાત્રાઓમાં સાવરકરની ટી-શર્ટનો મુદ્દો પ્રકાશમાં આવ્યો છે. ચોટીલામાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ વીર સાવરકરની ટી શર્ટ પહેરેલી હતી. આ ટી શર્ટ ઉતરાવીને કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ કર્યો છે.ચોટીલા તાલુકાના સાંગાણી ગામની શાળાના એક શાળા દ્વારા તિરંગા યાત્રા નીકાળવામાં આવી હતી, તે દરમિયાન કોંગ્રેસના કાર્યકરો દ્વારા યાત્રા રોકાવી હતી અને બાળકોએ પહેરેલી ટી-શર્ટ ઉતરાવી હતી.તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરી
આ મામલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે, તિરંગાયાત્રામાં બાળકોની ટીશર્ટ લઈ લેવી તે નિંદનીય છે. વીર સાવરકરને દેશભક્તિનું પ્રમાણપત્ર આપવાની ત્રેવડ કોંગ્રેસમાં નથી. વીડિયોમાં દેખાતા નેતાઓની પણ લાયકાત નથી.વીર સાવરકરજી અને નેતા સુભાષચંદ્ર બોઝજીનું અપમાન કરનાર આ લોકો પર આજે ભારતીય ન્યાય સંહિતાની કલમ 126(2), 189(3), 221, 197 (સી)(ડી), 352, 353 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ટી-શર્ટ મુદ્દે ઠપકો આપતા પોલીસ દ્વારા ફરિયાદ દાખલ
સુરેન્દ્રનગરમાં ટી-શર્ટ કાંડને પગલે માહોલ ગરમાયો છે. યાત્રા રોકી ટી-શર્ટ મુદ્દે ઠપકો આપતા પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ટી-શર્ટ કાંડ મુદ્દે ગુજરાત કોંગ્રેસના લાલજી દેસાઈ, ઋત્વિજ મકવાણા, રાઘવજી મેટાળીયા, ગોપાલ ટોળીયા, હરેશ ઝાપડીયા સહિત અન્ય શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. નાના બાળકોનું બ્રેઈન વોશ કરીને તેમને ગેર માર્ગે દોરી સ્વતંત્ર સેનાનીઓનું અપમાન અને શિક્ષકો સાથે ગેરવર્તણૂકનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

શક્તિસિંહે કહ્યું આવા ખોટા કેસ અંગ્રેજોએ પણ કર્યા હતા
કોંગ્રેસ નેતાઓ સામે ફરિયાદ અંગે શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, જેમણે માફી માંગી છે તેમનો ઈતિહાસમાં ઉલ્લેખ છે. બાળકોને સાચો ઇતિહાસ શીખવવાની રજૂઆત કરતા નેતા વિરૂદ્ધ કેસ કરાયો છે. કોંગ્રેસ નેતાઓ સામે સરકારના ઈશારે કેસ દાખલ કરાયો છે. બાળકોએ ટીશર્ટ પહેર્યા હતા તેમને અમારા નેતાઓએ સમજાવતા હતા. આવા ખોટા કેસ અંગ્રેજોએ પણ કર્યા હતા. જનતા ભાજપને જવાબ આપશે. ઇતિહાસને બદલવાનો પ્રયાસ મિથ્યા છે. ગઈકાલે તિરંગા યાત્રામાં બાળકોએ વીર સાવરકરના ટી-શર્ટ પહેરતા વિવાદ થયો હતો.

આ પણ વાંચોઃગુજરાતમાં ગાંધીજી ભૂલાયા: તિરંગા યાત્રામાં બાળકો સાવરકરની ટી-શર્ટમાં દેખાતા કોંગ્રેસ ભડકી

Back to top button