રિતેશ-જેનેલિયાની ફિલ્મ મિસ્ટર મમી પર વિવાદ
રિતેશ-જેનેલિયાની ફિલ્મ મિસ્ટર મમી પર નિર્માતા આકાશ ચેટરજીએ મેકર્સ પર વાર્તા ચોરી કરવાનો આરોપ લગાવ્યો રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝાની આગામી ફિલ્મ મિસ્ટર મમીનું ટ્રેલર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મનું ટ્રેલર લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે. આ દરમિયાન, ફિલ્મ નિર્માતા આકાશ ચેટરજીએ મિસ્ટર મમીના નિર્માતાઓ પર તેમની વાર્તા અને વિચારને ચોરી કરવાનો આરોપ લગાવ્યો છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા આકાશે દાવો કર્યો છે કે મિસ્ટર મમીના નિર્માતાઓએ માત્ર તેની ફિલ્મના કોન્સેપ્ટની જ નહીં પરંતુ આખી વાર્તા જ કોપી કરી છે.
આ પણ વાંચો: એક્સ બોયફ્રેન્ડ સલમાનના ગુસ્સાનો શિકાર બની ઐશ્વર્યા રાય! કહ્યું- ‘તે મને મારતો હતો…’
આકાશ ચેટરજીએ લગાવ્યો આરોપ
આકાશે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કર્તા લખ્યું છે – ‘મારી ફિલ્મ વિકી પેટ સે અંગે વર્ષ 2020માં ટી-સિરીઝ સાથે વાતચીત થઈ હતી. તે આ ફિલ્મ કો-પ્રોડ્યુસ કરવાનો હતો. જોકે પછી તેણે કોઈ જવાબ આપ્યો ન હતો. હવે તેમણે ફિલ્મનો કોન્સેપ્ટ ચોરી લીધો છે અને તેને પોતાની રીતે રજૂ કર્યો છે.
આકાશ ફિલ્મમાં આયુષ્માન ખુરાનાને કાસ્ટ કરવા માંગતો હતો
આકાશે તેની ફિલ્મનું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. ફિલ્મનું નામ વિકી પેટ છે. તે જ સમયે, નિર્માતા આયુષ્માન ખુરાના, ભૂમિ પેડનેકર, અન્નુ કપૂર અને ગજરાજ રાવને ફિલ્મમાં કાસ્ટ કરવા માંગતા હતા. આકાશે દાવો કર્યો છે કે તેણે ફિલ્મની સ્ક્રિપ્ટ ટી-સીરીઝ સાથે શેર કરી હતી, પરંતુ પછી તેને કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો. જ્યારે તાજેતરમાં નિર્માતાઓએ રિતેશ અને જેનેલિયાની ફિલ્મ મિસ્ટર મમીનું ટ્રેલર જોયું, ત્યારે તેમને સમજાયું કે ફિલ્મની વાર્તા તેમની ફિલ્મ વિકી પેટ સેની નકલ છે.
ફિલ્મ સામે કાયદેસરની કાર્યવાહી કરી શકે છે આકાશ
આકાશે પોસ્ટમાં જણાવ્યું કે તેની ફિલ્મ વિકી પેટ સે સ્ક્રીન પ્લે રાઈટર્સ એસોસિએશનમાં રજીસ્ટર્ડ છે. આવી સ્થિતિમાં હવે તે મિસ્ટર મમીના મેકર્સ સામે કાયદાકીય કાર્યવાહી કરશે. તેણે તેના વકીલ સાથે વાત કરી છે, જેઓ વિકી પેટ સેના સહ-લેખક પણ હતા. તેણે કહ્યું કે મારે આ ફિલ્મના મેકર્સ પાસેથી કોઈ દંડ કે પૈસા નથી જોઈતા. ફિલ્મમાં તેને માત્ર તેની ક્રેડિટ જોઈએ છે.