ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભગતસિંહ અને આંબેડકરના ફોટાની વચ્ચે કેજરીવાલનો ફોટો લગાવતા વિવાદ

  • કેજરીવાલની તસવીર ભગત સિંહ અને આંબેડકરની તસવીર વચ્ચે લગાવતા AAPને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટીકાનો સામનો કરવો પડ્યો

દિલ્હી, 5 એપ્રિલ: શહીદ ભગત સિંહ અને ભીમરાવ આંબેડકર વચ્ચે અરવિંદ કેજરીવાલની તસવીર લગાવતા સોશયલ મીડિયામાં વિવાદ ઊભો થયો હતો. જેના કારણે આમ આદમી પાર્ટી (AAP)એ સ્પષ્ટતા આપી છે. દિલ્હીના મંત્રી અને AAP નેતા આતિશીએ કહ્યું કે કેજરીવાલ ભારતીય જનતા પાર્ટી (BJP)ની તાનાશાહીની સામે ચાલી રહેલા ‘સંઘર્ષનું પ્રતીક’ છે. AAPએ કહ્યું કે સીએમ અરવિંદ કેજરીવાલની ભાજપની કેન્દ્ર સરકારે ખોટા આરોપમાં ધરપકડ કરી છે. કેજરીવાલ આજે ભાજપની તાનાશાહીની સામે ચાલી રહેલા સંઘર્ષનું પ્રતિક છે અને તેમની તસવીર તેનો પુરાવો છે. આ અમને યાદ કરાવવા માટે છે. આજે ભાજપ વિરુદ્ધ ચાલી રહેલ સંઘર્ષ આઝાદીની લડાઈથી ઓછો નથી.

કેજરીવાલની તસવીરને લઈને વિવાદ

આતિશીએ કહ્યું કે એક સમય હતો જ્યારે દેશના લોકો અંગ્રેજો સામે સંઘર્ષ કરતા હતા. અરવિંદ કેજરીવાલ પણ આવું જ કરી રહ્યા છે. જ્યારે કેજરીવાલની પત્ની સુનીતા એક વીડિયો મેસેજ જાહેર કરે છે ત્યારે તેમની પાછળની દિવાલો પર ભગત સિંહ અને ભીમરાવ આંબેડકર વચ્ચે અરવિંદ કેજરીવાલનો ફોટો જોવા મળે છે. આ તસવીરને લઈને વિવાદ ઉભો થયો છે.

સોશિયલ મીડિયા પર AAPની ટીકા થઈ રહી છે

કેજરીવાલને ભગત સિંહ અને આંબેડકર સાથે જોડવા બદલ AAPને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટીકાનો સામનો કરવો પડ્યો હતો. ભાજપે પણ AAPની નિંદા કરી અને કહ્યું કે કેજરીવાલની પાર્ટી દ્વારા જનતા ગેરમાર્ગે નહીં દોરાય. દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે ભગત સિંહ જી અને બાબાસાહેબ આંબેડકરની વચ્ચે અરવિંદ કેજરીવાલની તસવીર લગાવવી અફસોસજનક છે. વધુમાં તેણે કહ્યું કે પહેલા પતિ કેમેરા સામે જૂઠું બોલતા હતા. હવે તે જેલમાં છે ત્યારે તે તેમની પત્ની જોડે જૂઠું બોલાવી રહ્યા છે.

સુનીતા કેજરીવાલે કેજરીવાલનો બીજો સંદેશ વાંચ્યો

અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતાએ ગુરુવારે (4 એપ્રિલ) જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ તિહાર જેલમાંથી એક સંદેશ મોકલ્યો છે જેમાં આમ આદમી પાર્ટી (AAP)ના તમામ ધારાસભ્યોને તેમના મતવિસ્તારોની દરરોજ મુલાકાત લેવા અને લોકોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તેની ખાતરી કરવા જણાવ્યું છે.

આ પણ વાંચો: ઝેરી સાપ પર વિશ્વાસ કરો પણ ભાજપ પર નહીં: મમતાના ભાજપ પર આકરા પ્રહારો

Back to top button