ગેની બેન ઠાકોરના પત્રને લઈને સર્જાયો વિવાદ, 9 લોકોને પાસા કરવા માટે કલેક્ટરને પત્ર લખતા સમાજના લોકોમાં રોષ
વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જિલ્લાના અલગ-અલગ સમાજના લોકો ઉપર પાસા કરવા માટે લખ્યો કલેક્ટરને લેટર લખ્યો છે. જેમાં તેઓએ એક કે તેથી વધુ વખત દારૂના કેસ થયેલ હોય તેવા 9 ઈસમો સામે પાસા કરવા માટે રજુઆત કરી હતી. ત્યારે ગેનીબેન ઠાકોરના આ પત્રને લઈને હાલ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ સાથે જ સમાજના લોકોમાં આ પત્રને લઈને રોષ જોવા મળી રહ્યો છે.
ગેનીબેન ઠાકોરના પત્રને લઇ વિવાદ
મળતી માહિતી મુજબ બનાસકાંઠાના વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરે થોડા સમય અગાઉ જિલ્લાના અલગ-અલગ સમાજના લોકો ઉપર પાસા કરવા માટેકલેક્ટરને પત્ર લખ્યો હતો. જેમાં તેઓએ એક કે તેથી વધુ વખત દારૂના કેસ થયેલ છે તેવા 9 જેટલા ઈસમોને પાસા કરવા માટેરજુઆત કરી હતી. આ સાથે જ તેઓએ ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા SP પર પણ આક્ષેપ કર્યા છે.જેમાં SPએ તડીપાર કે પાસા ન કર્યા હોવાનો આક્ષેપ કરતા રાજકારણ ગરમાયું છે.
ગેની બેનના પત્રને લઈને લોકોમાં રોષ
ગેનીબેને9 જેટલા ઈસમો સામેપાસા કરવા માટે રજુઆત કરી છે. અને સાથે આ મામલે જો કોઈ કાર્યવાહી નહિ કરાય તો ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે.ગેનીબેન ઠાકોરે જિલ્લાના અલગ-અલગ સમાજના લોકો ઉપર પાસા કરવા માટે કલેક્ટરને લેટર લખતા અનેક સમાજના લોકોમાં રોષ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો : રાજકોટ:ચાલુ શાળાએ વિદ્યાર્થીનું મોત, પરીક્ષા આપતા સમયે જ ધો.12નો વિદ્યાર્થી ઢળી પડ્યો