ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

વડોદરાના છાણીમાં સ્વામિનારાયણ મંદિરમાં બબાલ, મંદિરમાં તાળા બદલવા મામલે થયેલી માથાકુટમાં એકનું મોત

વડોદરાના છાણી ખાતે આવેલા વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરમાં તાળું બદલવાની પ્રક્રિયા ટાણે થયેલી માથાકુટમાં એકનું મોત નિપજ્યું છે.આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. આ અંગે ફરિયાદ બાદ પોલીસ CCTVના આધારે તપાસ હાથ ધરી છે.

છાણી સ્વામિનારાયણ મંદિર તાળા બદલતી વખતે બબાલ

વડોદરાના છાણીનું સ્વામીનારાયણ મંદિરમાં સંતોના જુથવાદમાં બબાલ થતાં ધક્કામૂકી થતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. વડોદરાના છાણી સ્વામિનારાયણ મંદિરમાં વડતાલ સંસ્થા દ્વારા કબજો લેવા માટે તાળાં બદલતી વખતે બબાલ થઇ હતી. જૂના વહીવટદારો સાથે બબાલ એવી ઉગ્ર બની કે દિનેશ વણકર નામના આધેડનું મંદિરમાં મોત નીપજ્યું હતું. ઘટનાના સીસીટીવી મેળવી વડોદરા પોલીસ વધુ તપાસમાં જોતરાઇ છે.

જાણો સમગ્ર મામલો

પ્રાપ્ત જાણકારી મુજબ આ મંદિર વડતાલ તાબા હેઠળનું છે.અહીં વડતાલ સ્વામિનારાયણ મંદિરે એક જૂથને મંદિર સોંપાવામાં આવ્યું છે. જ્યારે અન્ય જૂથ પોતાના સંતને મંદિર મળે તે માટે પ્રયાસ કરી રહ્યા છે. જેના કારણે વિવાદ ઉભો થયો છે. આ વિવાદના કારણે જ અન્ય જૂથ પોતાનું તાળું મંદિરમાં લગાવવા માગતા હતા, કોઠારી સ્વામી અને જૂના વહીવટકર્તાઓ વચ્ચે આ બબાલ થઈ હતી.આ બબાલમાં એક આધેડને ધક્કો વાગી જતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.જેથી તેમને સારવાર અર્થે શહેરની એસએસજી હોસ્પિટલમાં લઇ જવાતા આધેડનું મોત નિપજ્યું હતું.હાલ દિનશભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઇ જવાયો હતો.પોસ્ટ મોર્ટમ રિપોર્ટ શુ આવે છે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : વડોદરામાં નશાની હાલતમાં કાર ચાલકે સર્જ્યો અકસ્માત, કારમાંથી પોલીસ ઓન ડ્યુટી લખેલી પ્લેટ મળી

ઘટનાને પગલે મૃતકોના પરિચીતોમાં રોષ

આ ઘટનાને પગલે મૃતકોના પરિચીતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.મોતને લઇને મૃતકના પરિજનોએ આક્ષેપ કર્યો છે કે, મંદિરમાં તાળા બદલવા સમયે થયેલી ધક્કામૂકીમાં મોત થઇ ગયું છે. જો કે આ મામલે હજુ પણ મંદિરના સંતો કંઇ બોલવા તૈયાર નથી.

અગાઉ કોર્ટમાં પહોંચ્યો હતો આ મામલો

આ મંદિરના સબ કમિટીના સભ્યોનો દાવો છે કે છેલ્લા ઘણા વર્ષોથી કેટલાક અસામાજિક તત્વોએ મંદિર પર ગેરકાયદે કબ્જો જમાવી રાખ્યો છે. અને ત્રણ મહિના પહેલા લેન્ડ ગ્રેબીગનો કલેક્ટરમાં કેસ કરેલો છે. આ સ્વામિનારાયણ મંદિરનો મામલો અગાઉ કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે મંદિરના કોઠારી સ્વામીના તરફેણમાં આપ્યો ચૂકાદો આપ્યો હતો.નાયબ કલેકટરની કોર્ટમાં કેસમાં ચાલતાં વડતાલ મંદિરની તરફેણમાં ચૂકાદો આવ્યો હતો.

આ પણ વાંચો : બગોદરા-બાવળા હાઇવે પરના ગોઝારા અકસ્માત બાદ મૃતદેહોને ગામમાં લવાતાં ગામ હિબકે ચડ્યું, હૈયાફાટ રૂદન રોઈ પડશો!

Back to top button