ટ્રેન્ડિંગનેશનલવિશેષવીડિયો સ્ટોરી

ડૉક્ટરે ઓપરેશન થિયેટરમાં તેની મંગેતર સાથે પ્રી-વેડિંગ શૂટ કરતાં વિવાદ

Text To Speech

કર્ણાટક, 10 ફેબ્રુઆરી : કર્ણાટકના ચિત્રદુર્ગમાં એક ડોક્ટરે બેશરમીની તમામ હદો વટાવી દીધી છે. ડોક્ટરે તેની મંગેતર સાથે સરકારી હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં પ્રી-વેડિંગ શૂટ કરાવ્યું હતું. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જો કે આ પછી ડોક્ટરની સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. રાજ્યના આરોગ્ય મંત્રીએ પણ ટ્વીટ કરીને આ કૃત્યની નિંદા કરી છે.

ડૉક્ટરનું ફોટો શુટ-humdekhengenews

વીડિયો અનુસાર, ચિત્રદુર્ગના ભરમસાગર વિસ્તારની જિલ્લા હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઝ પર સેવા આપતા ડૉ. અભિષેકે ઓપરેશન થિયેટરમાં શૂટ કરાવ્યું હતું. આ દરમિયાન તેણે એક વ્યક્તિને પેશન્ટની જેમ ઓપરેશન થિયેટરના બેડ પર સુવડાવી દીધો છે. આ સાથે તેની મંગેતર પણ ડોક્ટર સાથે ઉભી છે અને તે ડોક્ટરને ઓપરેશનમાં સપોર્ટ કરતી હોય તેવું જોવા મળે છે.

નકલી દર્દી પર કરી સર્જરી 

ડૉક્ટરનું ફોટો શુટ-humdekhengenews

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એક ડૉક્ટર દર્દીની સર્જરી કરતા જોઈ શકાય છે. વીડિયોના અંતમાં, દર્દી તરીકે જે વ્યક્તિનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન થયા પછી તુરંતજ તે વ્યક્તિ બેડ પર બેઠેલો જોવા મળે છે. વીડિયોમાં કેમેરા અને લાઇટની સાથે લોકો ઓપરેશન થિયેટરમાં પ્રી-વેડિંગ શૂટ માટે હાજર જોવા મળે છે.

વીડિયો વાયરલ થયા બાદ જિલ્લા કલેક્ટર ટી વેંકટેશે આરોપી ડો.અભિષેકને બરતરફ કરવાનો આદેશ જારી કર્યો હતો. આ સાથે કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી દિનેશ ગુંડુ રાવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, સરકારી હોસ્પિટલોમાં આવી ગેરવર્તણૂક ન થાય તે માટે સંબંધિત ડોકટરો અને સ્ટાફને સાવચેત રહેવાની સૂચનાઓ આપવામાં આવી છે. તેમજ, દરેક વ્યક્તિએ તે યાદ રાખવું જોઈએ કે સરકાર સામાન્ય લોકોના સ્વાસ્થ્યની કાળજી લેવા માટે આ તબીબી સુવિધાઓ પૂરી પાડે છે.

આ પણ વાંચો : હલ્દવાની હિંસામાં 5 હજાર બદમાશો વિરુદ્ધ ગુનો દાખલ, તોફાનીઓની શોધમાં લાગી પોલીસ

Back to top button