કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

જૂનાગઢના ઉપરકોટમાં જાહેરમાં 8 શખસોએ નમાઝ પઢતા વિવાદ

Text To Speech

જુનાગઢ ઉપરકોટમાં એક સાથે 8 શખ્‍સોએ નમાઝ પઢતા વિવાદ સજાર્યો છે. આ અંગે જુનાગઢના ડીવાયએસપી હિતેષ ધાંધલીયાએ જણાવ્‍યુ હતુ કે, સીસીટીવી ફૂટેજના આધારે નમાઝ પઢનારાની ઓળખ મેળવવા હાલમાં પોલીસ તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, જાહેરમાં નમાઝ પઢવાના લીધે અગાઉ અનેક વિવાદ સામે આવ્યા છે ત્યારે વધુ એક વખત આ પ્રકારની ઘટના સામે આવી છે.

શું છે આખી ઘટના ?

છેલ્લા કેટલાક સમયથી જાહેરમાં નમાઝ પઢીને ઉશ્‍કેરવાનો પ્રયાસ કરવામાં આવતો હોય તેવા કિસ્‍સા બની રહ્યાં છે. ત્‍યારે હવે જુનાગઢના પ્રખ્‍યાત ઉપરકોટ પર નમાઝ પઢવામાં આવી હતી. રવિવારે સાંજે કેટલાક લોકોએ કોટના બગીચામાં નમાઝ પઢી હતી. ત્‍યારે આ સમયના દ્રશ્‍યો પણ સામે આવ્‍યા છે. જાણવા મળ્યા મુજબ તા.15 ના રોજ 8 શખસો અડી કડી વાવ પાસે આવેલી ખુલ્લી લોનમાં નમાજ પઢતા જોવા મળ્‍યા હતા. આ અંગેની વાતો છાને ખૂણે ચર્ચાતી હતી. જેમાં હવે પોલીસ પણ મેદાનમાં આવે એવા એંધાણ મળી રહ્યા છે. આ વાત અત્‍યંત સંવેદનશીલ હોઇ તંત્ર પણ સાવચેતીપૂર્વક વર્તી રહ્યું છે. જોકે, નમાજ પઢતા દેખાયેલા 8 લોકોની હજી સુધી ઓળખ થઇ શકી નથી. આ શખ્‍સોએ કોમી ઉશ્‍કેરણી ફેલાવવા માટે આમ કર્યું છેકે, બીજા કારણોસર એની વીગત પણ આ શખ્‍સોની ઓળખ થયા બાદ મળી શકશે.

હજુ ફરિયાદ દાખલ કરાઈ નથી

ઉપરકોટના મેનેજર રાજેશ તોતલાનીએ જણાવ્‍યું કે, સોમવારે રાત્રે અમે પોલીસને જાણ કરી હતી. અમે હજી ફરિયાદ દાખલ નથી કરી. આમ, ઉપરકોટ જેવા જાહેર સ્‍થળ પર નમાઝ પઢવામાં આવતા વિવાદ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, હજી ત્રણ સપ્તાહ પહેલા જ જૂનાગઢમાં આવેલો ઐતિહાસિક ઉપરકોટનો કિલ્લો રીનોવેશન બાદ મુલાકાતીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્‍યો છે. મુખ્‍ય પ્રધાન ભુપેન્‍દ્ર પટેલ દ્વારા વિધિવત રીતે ઉપરકોટ કિલ્લાનું લોકાર્પણ કરાયું હતું. સ્‍વતંત્રતાના ચળવળમાં આ કિલ્લાનું ઐતિહાસિક મહત્‍વ રહેલું છે. રિનોવેશન બાદ ઉપરકોટના કિલ્લાની સુંદરતા સોળે કળાએ ખીલી છે. આ કિલ્લામાં અદભૂત નક્‍શીકામ જોવા મળે છે.

Back to top button