અંબાજી મંદિરમાં રૂપિયાથી VIP દર્શનનો વિવાદ,જાણો સમગ્ર મામલો
ડાકોર મંદિરમાં VIP દર્શનના વિવાદ બાદ અંબાજી મંદિરમાં પણ રૂપિયા આપી દર્શનનો વિવાદ સામે આવ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે આક્ષેપ કર્યો છે કે ‘ અંબાજી માતાના દર્શન ગર્ભગૃહમાં પૂજા પાઠ સહિતની સુવિધાઓ વીઆઈપી રીતે કરવી હોય તો 5 હજાર રૂપિયામાં થઈ શકે છે’તેમના આ નિવેદનને લઈને વિવાદ સર્જાયો છે.
અંબાજી મંદિરમાં રૂપિયા આાપીને VIP દર્શનનો આક્ષેપ
પ્રાપ્ત જાણકારી મુજબ અંબાજી મંદિરને લઈને કોંગ્રેસ પ્રવકતા હેમાંગ રાવલે આક્ષેપ કર્યો છે કે અંબાજી મંદિરમાં રૂપિયા આાપીને VIP દર્શન કરાવવામા આવે છે. હેમાંગ રાવલે આક્ષેપ કર્યો છે કે બાજી મંદિરમાં 5000 રૂપિયા આપીને VIP દર્શન થાય છે.પાંચ હજાર આપી ગર્ભગૃહમાં VIP નજીકથી દર્શન કરવાતા હોવાનો આક્ષેપ કરતા વિવાદ સર્જાયો છે.
કોંગ્રેસ પ્રવકતા હેમાંગ રાવલે કર્યો આક્ષેપ
કોંગ્રેસ પ્રવકતા હેમાંગ રાવલે નિવેદન આપ્યું હતુ કે અંબાજી મંદિરમાં પાંચ હજાર રુપિયા દાન પેટે આપવામાં આવે તો એક રિસિપ્ટ આપવામાં આવે છે. તે રિસિપ્ટ ટેમ્પલ ઇન્સપેક્ટરને બતાવીને મંદિરના ગર્ભગૃહમાં દર્શન કરાવવામાં આવતા હોય છે.
અંબાજી મંદિરના વહીવટદારે કોંગ્રેસના આક્ષેપો ફગાવ્યા
અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર સિદ્ધિ વર્માએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતુ કે અંબાજી મંદિરમાં VIP દર્શન માટે દાન સ્વરૂપે પૈસા સ્વીકારતા હોવાની બાબતે સ્પષ્ટતા કરીએ તો મંદિર તંત્ર તરીકે અમે સંપૂર્ણ રીતે આનું ખંડન કરીએ છીએ. અહીં બધાને લોકતાંત્રિક રીતે દર્શન કરવા મળે છે. આજ સુધી કોઈપણ નીતિ નિયમમાં કોઈ પણ ચાર્જ લઈને અહીંયા દર્શનની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી નથી . અંબાજી મંદિરના શક્તિદ્વાર પાસે VIP પ્લાઝા છે ત્યાં પણ મંદિર તંત્રનો સ્ટાફ નિયમિત રૂપે બેસે છે અને ત્યાં ભક્તો સ્વેચ્છાથી જે પણ નાની મોટી રકમ લખાવવા માંગે છે ભેટ સ્વરૂપે લખાવીને દર્શન કરાવીએ છીએ. પરંતુ 5000ની રકમ લઈને દર્શન કરવામાં આવે છે એ વાત બિલકુલ તથ્યહીન છે. આ વાતનો અમે સંપૂર્ણ રીતે ખંડન કરીએ છીએ. આ ઉપરાંત આવનાર સમયમાં આ પ્રકારનો કોઈ નિર્ણય લેવામાં આવશે તો એને યાત્રિકોની વિનંતીના આધારે જ કરવામાં આવશે તેમ જણાવ્યુ હતું.
આ પણ વાંચો : 10 ભાષાઓનું જ્ઞાન ધરાવતા 19 વર્ષીય યુવાનને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આપ્યા અભિનંદન