પાલનપુરની એસ.એન.કોઠારી પ્રાથમિક શાળામાં અસામાજીક તત્વોએ પ્રાર્થનાનો વિરોધ કરતા વિવાદ
પાલનપુર: એસ.એન.કોઠારી પ્રાથમિક શાળામાં અસામાજીક તત્વોએ શાળામાં આવી પ્રાર્થનાનો વિરોધ કરી શિક્ષકોને ધમકાવ્યા અને આતંક મચાવ્યો હતો. અસામાજીક તત્વોના ત્રાસને કારણે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ પરેશાન થાય છે. તેમજ અસામાજિક તત્વો વારંવાર શાળામાં આવીને શિક્ષકો સાથે પણ ગેરવ્યાજબી વર્તન કરે છે. ત્યારે શિક્ષકોએ અસામાજીક તત્વોથી કંટાળી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને લેખિત ફરિયાદ કરી છે.
પાલનપુર ખાતે આવેલ સ્કુલમાં રોજના હજારો વિદ્યાર્થીએ તેમજ વિદ્યાર્થીનીઓ અભ્યાસ અર્થે આવતા હોય છે. ત્યારે શિક્ષાના ધામમાં લોકો શિક્ષણ મેળવવા આવતા હોય છે. આ વિદ્યાના ધામને કેટલાક અસામાજીક તત્વોએ તેમનો અડીંગો બનાવી દીધો છે. ત્યારે શાળામાં આવતા વિદ્યાર્થીઓ સાથે તેમજ શિક્ષકો સાથે અસામાજીક તત્વો દ્વારા પણ ગેરવ્યાજબી વર્તન કરવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી અસામાજીક તત્વો દ્વારા શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને હેરાન પરેશાન કરે છે. ત્યારે આ બાબતે સ્કૂલના શિક્ષકો દ્વારા અસામાજીક તત્વોને સમજાવવા છતાં તેઓએ પોતાની મનમાની ચાલુ રાખી છે.
શાળાના શિક્ષકોએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજૂઆત કરી
ત્યારે છેવટે સ્કૂલના શિક્ષકો દ્વારા આ બાબતે લેખિત ફરિયાદ કરી છે. આ સ્કુલમાં આજુબાજુના લઘુમતી વિસ્તારમાંથી કેટલાક અસામાજિક તત્વોએ શાળામાં આવીને શાળામાં થઈ રહેલી પ્રાર્થનાનો વિરોધ કર્યો હતો. અને વોલ્યુમ ધીમો કરવા માટે શિક્ષકોને ધમકાવ્યા હતા. આગામી 26મી જાન્યુઆરી આવી રહી છે ત્યારે શાળામાં આ અંગેની પ્રેક્ટિસ ચાલી રહી હતી. જેને લઈને શિક્ષકોએ નિયમ મુજબ કામગીરી ચાલી રહી હોવાનું કહ્યું હોવા છતાં પણ અસામાજિક તત્વો મનસ્વી રીતે શિક્ષકોને બેફામ બોલી રહ્યા હતા. આ અંગે શાળાના આચાર્યએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે.
આ બાબતે શાળાના આચાર્યે કહ્યું હતું કે, અમારી શાળામાં પ્રાર્થના હોલની બાજુમાં કેટલાક રહીશો રહે છે. તે વારંવાર જે તે બહાને શાળામાં આવી જુદી જુદી ઉગ્ર રજૂઆતો કરે છે, અને સવારે પ્રાર્થના હોલની બારીમાં આવીને પ્રાર્થના બંધ કરો, તેમ કહી શિક્ષકોને હેરાન-પરેશાન કરવામાં આવે છે. આ લોકો ગમે ત્યારે શાળામાં આવી શિક્ષકોને હેરાન પરેશાન પણ કરશે તેવો ડર હંમેશા રહે છે. આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો :32 ગ્રામ મેફેડ્રોન સાથે એક આરોપીને પકડી પાડતી અમદાવાદ શહેર SOG