ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

ગુજરાતી ફિલ્મ 3 એક્કાના પ્રમોશનમાં મોટો વિવાદ, પ્રમોટરો બુટ-ચંપલ પહેરીને શિવજી મંદિરમાં પ્રવેશતા હિન્દૂ સંગઠનોમાં રોષ

Text To Speech

ગુજરાતી ફિલ્મ ‘3 એક્કા’ના પ્રમોશનને લઈને મોટો વિવાદ સર્જાયો છે. વડોદરાની MS યુનિ. ના કેમ્પસના શિવજી મંદિરમાં ગુજરાતી ફિલ્મ 3 એક્કાના પ્રમોટરો બુટ-ચંપલ પહેરી મંદિરમાં પ્રવેશતા હિન્દૂ સંગઠનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. મળતી માહિતી મુજબ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે આ અંગે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી છે.

3 એક્કાના પ્રમોશન-humdekhengenews

ગુજરાતી ફિલ્મ 3 એક્કાના પ્રમોશનને લઈ વિવાદ

ગુજરાતી ફિલ્મ ‘3 એક્કા’ના પ્રમોશનને લઈને વડોદરામાં ભારે વિવાદ સર્જાયો હોવાની વિગતો સામે આવી છે. પ્રાપ્ત વગતો મુજબ વડોદરાની MS યુનિવર્સિટીમાં NSUI દ્વારા યશ સોની,મિત્ર ગઢવી અને મલ્હાર ઠાકરની ફિલ્મ ‘3 એક્કા’ના પ્રમોશનનું આયોજન કરવામાં આવ્યું હતું.જે અંતર્ગત આજે ફિલ્મના પ્રમોશન માટે ફિલ્મના કલાકારો એમ.એસ યુનિવર્સિટી ખાતે આવ્યા હતા. આ દરમિયાન યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલા શિવજીના મંદિરમાં ફિલ્મ પ્રમોટરો બુટ-ચંપલ પહેરીને પ્રવેશ કર્યો હતો.આ સાથે અનેય લોકો પણ તેમની સાથે બુટ ચંપલ પહેરીને શિવજીના મંદિરમાં પ્રવેશ્યા હતા.

આ પણ વાંચો : એક ઐતિહાસિક પહેલ: વડાપ્રધાન 6 ઓગસ્ટ દેશભરમાં 508 રેલવે સ્ટેશનોના પુનઃવિકાસ માટે કરશે શિલાન્યાસ

 

 VHP અને બજરંગ દળે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં કરી અરજી

કલાકારોની સાથે અન્ય લોકો પણ મંદિરમાં બુટ-ચંપલ પહેરીને પ્રવેશ કરતા હોવાનો વિડિયો સામે આવતા હિન્દૂ સંગઠનોએ વિરોધ કર્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સયાજીગંજ પોલીસ મથકે એનએસયુઆઈ પ્રમુખ સહિતના જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ સાથેની એક અરજી આપવામાં આવી છે. જે બાદ સયાજીગંજ પોલીસે વીડિયોના આધારે તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો : તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાન દોષિત, હવે નહીં લડી શકે ચૂંટણી; 3 વર્ષની સજા

Back to top button