ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઉર્દુ મુદ્દે કર્ણાટકમાં ઊહાપોહઃ ભાષા ફરજિયાત કરવાથી સામાજિક સૌહાર્દ બગડી શકે છે

બેંગલુરુ, 27 સપ્ટેમ્બર, 2024: કર્ણાટક સરકારે આંગણવાડી શિક્ષકો માટે ઉર્દુ ભાષાની જાણકારી ફરજિયાત કરી છે જેને પગલે રાજ્યમાં ભારે હોબાળો મચી ગયો છે. આ મુદ્દાએ રાજકીય રંગ પણ પકડી લીધો છે. કોંગ્રેસના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાની સરકારે કર્ણાટકના મુદિગેરે તથા ચિકમંગલુર જેવા મુસ્લિમ બહુમતી ધરાવાત જિલ્લાઓમાં ઉર્દુ ભાષા ફરજિયાત કરવાનો આદેશ જારી કર્યો છે.

કોંગ્રેસ સરકારના આ નિર્ણય સાથે રાજ્યના મુસ્લિમ બહુમતી ધરાવાત જિલ્લાઓમાં આંગણવાડીના શિક્ષકો માટે ઉર્દુ ભાષા આવડતી હોવી જોઇએ એવું ફરજિયાત કરવામાં આવ્યું છે. આને કારણે અનેક લોકોએ ચિંતા વ્યક્ત કરી છે.

આ મુદ્દાએ રાજકીય રંગ પણ પકડ્યો છે અને ભાજપે કર્ણાટકની કોંગ્રેસ સરકાર સામે મોરચો માંડી દીધો છે. ભાજપે સિદ્ધારમૈયા સરકાર ઉપર મુસ્લિમ તુષ્ટિકરણ કરવાનો આક્ષેપ પણ કર્યો છે. ભાજપના નેતા નલિન કુમાર કટીલે જણાવ્યું કે, આ નિર્ણયથી કન્નડભાષા જાણનાર શિક્ષકોના અધિકાર છિનવાઈ જશે, એટલું જ નહીં પરંતુ રાજ્યની ભાષાકીય સંસ્કૃતિને પણ ભારે નુકસાન થશે. ભાજપે આ ઉપરાંત કોંગ્રેસ ઉપર કન્નડ વિરોધી હોવાનો આક્ષેપ પણ કર્યો છે.

ભાજપના નેતા ટીએન રવિએ કહ્યું કે, નિઝામે હૈદરાબાદ, કર્ણાટક ક્ષેત્રમાં ઉર્દુને ઉત્તેજન આપવાનો પ્રયાસ કર્યો હતો. નિઝામે તો કન્નડ સ્કૂલો ઉપર પ્રતિબંધ પણ મૂકી દીધો હતો, પરંતુ હવે કોંગ્રેસમાં નિઝામનો આત્મા પ્રવેશ્યો છે. અગાઉ ટીપુ સુલતાને પણ કન્નડને બદલે ફારસી ભાષા બળજબરીથી થોપવાનો પ્રયાસ કર્યો હતો. હવે વર્તમાનમાં કોંગ્રેસ પક્ષ ટીપુ અને નિઝામનાં સ્વપ્ન સાકાર કરી રહ્યો હોય એવું લાગે છે.

કર્ણાટક HDNews

ભાજપે તેના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર કર્ણાટક સરકારના ઉર્દુ અંગેના નિર્ણયની આકરી ટીકા કરી છે. ભાજપે પ્રશ્ન ઉઠાવ્યો છે કે, કર્ણાટકમાં અધિકારિક રીતે કન્નડ ભાષા હોવા છતાં શા માટે ઉર્દુને ફરજિયાત બનાવવામાં આવી રહી છે? પક્ષે તેના X હેન્ડલ ઉપર લખ્યું કે, સીએમ સિદ્ધારમૈયા જાગો, મહિલા અને બાળ કલ્યાણમંત્રી જાગો, મુદિગેરે કર્ણાટકમાં છે, કન્નડ કર્ણાટકની સત્તાવાર ભાષા છે, એવામાં ઉર્દુ કેમ ફરજિયાત કરવામાં આવે છે? જવાબ આપો.

આ પણ વાંચોઃ ડાકોર મંદિરના પ્રસાદ વિશે શંકા ઊભી કરનાર રાજકીય કાર્યકર નીકળ્યા! જાણો એની કુંડળી

Back to top button