રાજકોટમાં વક્ફ બોર્ડના નામે જબરદસ્તી દુકાન ખાલી કરાવતા વિવાદ વકર્યો
- ઘટનામાં હવે પોલીસ દ્વારા પાંચ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી
- અજાણ્યા શખસોએ દુકાનના તાડા તોડી સામાન પણ બહાર ફેંકી દીધો
- નવ્વાબ મસ્જિદના ટ્રસ્ટી ફારૂખ મુસાણી સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી
રાજકોટમાં વક્ફ બોર્ડના નામે જબરદસ્તી દુકાન ખાલી કરાવતા વિવાદ વકર્યો છે. જેમાં શહેરના દાણાપીઠ વિસ્તારમાં વક્ફ બોર્ડના નામે ભાડૂત પાસેથી જબરદસ્તી દુકાન ખાલી કરવાની ઘટના સામે આવી હતી.
ઘટનામાં હવે પોલીસ દ્વારા પાંચ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી
સમગ્ર ઘટનામાં હવે પોલીસ દ્વારા પાંચ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. રાજકોટ એ ડિવિઝન પોલીસ મથકમાં ફારૂખ મુસાણી સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે પાંચ શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અજાણ્યા શખસોએ દુકાનના તાડા તોડી સામાન પણ બહાર ફેંકી દીધો
પોલીસે ઘટના વિશે જણાવ્યું કે એ ડિવિઝનમાં ફરિયાદ મળી હતી કે, દાણાપીઠ મસ્જિદ છે, જેમાં ત્રણ દુકાન છે. લગભગ 70 વર્ષથી અહીં હિન્દુ ભાડૂત ભાડાપેટે આ દુકાન ચલાવી રહ્યા હતાં. પરંતુ, અચાનક અમુક શખસોએ આવીને વક્ફ બોર્ડનો ઓર્ડર બતાવ્યો. આ ઓર્ડર મુજબ તેઓએ કહ્યું કે, અમને આ દુકાનનો કબ્જો લેવાનો હુકમ આપવામાં આવ્યો છે. આ સિવાય અજાણ્યા શખસોએ દુકાનના તાડા તોડી સામાન પણ બહાર ફેંકી દીધો હતો.
નવ્વાબ મસ્જિદના ટ્રસ્ટી ફારૂખ મુસાણી સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી
સમગ્ર મુદ્દે પોલીસે નવ્વાબ મસ્જિદના ટ્રસ્ટી ફારૂખ મુસાણી સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ અન્ય 4 થી પાંચ અજાણ્યા શખસ સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. આ સિવાય પોલીસે પોતાને મળેલાં વીડિયો આધારિત ચહેરાની ઓળખ કરી આ અજાણ્યા શખસ સામે કાર્યવાહી કરશે. પોલીસે ગેરકાયદેસર અપ્રવેશ, ગેરકાયદેસર મંડળી અને ગુનાહિત હસ્તક્ષેપની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ઉત્તરાયણ સમયે હવામાનમાં ફેરફારની આગાહી, માવઠાની શક્યતા