ટોપ ન્યૂઝનેશનલ

કેદારનાથમાં કુતરાએ નંદીને સ્પર્શ કરતાં શરૂ થયો વિવાદ, મંદિર કમિટીએ કાયદાકીય એક્શન લેવાની તૈયારી કરી

Text To Speech

કેદારનાથ મંદિર જ્યાં કેદાર બાબા બિરાજમાન છે તેને પાંડવોએ બનાવ્યું હતું. તે પાંડવા અંકે એક કથા પ્રચલિત છે કે પાંડવ જ્યારે સ્વર્ગની યાત્રા માટે નીકળ્યા હતા ત્યારે તેમની સાથે એક શ્વાન પણ હતો. યુધિષ્ઠિર તે સ્વામી ભક્ત કુતરાને એટલો પ્રેમ કરતા હતા કે તેને પોતાની સાથે સ્વર્ગ લઈ જવા પર અડગ હતા. પરંતુ પાંડવો દ્વારા બનાવવામાં આવેલા તે કેદારનાથ મંદિરમાં હવે કુતરો પહોંચી જતા બબાલ શરૂ થઈ છે.

છેલ્લાં કેટલાંક દિવસથી સોશિયલ મીડિયામાં કેટલાંક વીડિયો ફરી રહ્યાં છે. જેમાં કુતરાને તેનો માલિક કેદારનાથ મંદિરના નંદીને ચરણ સ્પર્શ કરાવી રહ્યો છે. લોકો કુતરા દ્વારા નંદીના સ્પર્શને લઈને નારાજ છે. એટલું જ બદરી-કેદાર કમિટીએ આ અંગે કાયદાકીય એક્શન લેવાની માગ કરી છે. મંદિર કમિટીના અધ્યક્ષ અજેન્દ્ર અજયના કહેવા પર કમિટીના CEOએ FIR નોંધાવી છે. ત્યારે આ જાણીએ આ પરિવાર કોણ છે, જેઓ આ કુતરો લઈને કેદારધામ પહોંચ્યા હતા.

હિમ્શી હાલ સોશિયલ મીડિયામાં થઈ રહેલા ટ્રોલિંગને લઈને ભારે પરેશાન છે. તેમને કહ્યું કે આ બધું માત્ર સોશિયલ મીડિયામાં થઈ રહ્યું છે, નહીંતર કેદારનાથમાં તો લોકોએ દિલનું સ્વાગત કર્યું હતું

નવાબ ત્યાગી છે નામ, એક લાખ રૂપિયામાં ખરીદ્યો હતો
આ કુતરો નોયડામાં રહેતા હિમ્શી ત્યાગીનો છે. વાયરલ વીડિયોમાં કુતરાની સાથે તેમના પતિ રોહન ત્યાગી છે. હિમ્શી ત્યાગીએ જણાવ્યું કે કેદારનાથનો આ વાયરલ વીડિયોમાં જે કુતરો દેખાય છે હસ્કી બ્રીડનો છે. આ ડોગ્સની રશિયન બ્રીડ છે. હિમ્શીએ કહ્યું કે અમે તેને અમારા પુત્રની જેમ સાચવીએ છીએ અને તેનું નામ ‘નવાબ ત્યાગી’ છે.

નવાબ હાલ ચાર વર્ષ ચાર મહિનાનો છે. હિમ્શી તેને 2018માં બેંગલુરુથી મંગાવ્યો હતો. જેમાં કુલ એક લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. જ્યારે હિમ્શીએ નવાબને ખરીદ્યો ત્યારે તે 50 દિવસનો જ હતો. નવાબ ત્યાગી સોશિયલ મીડિયા સ્ટાર છે, પેરાગ્લાઈડિંગ પણ કરી ચુક્યો છે

કેદારનાથ મંદિરના વીડિયોમાં દેખાતો કુતરો નવાબ ત્યાગી હાલ ચર્ચામાં છે. હિમ્શીએ જણાવ્યું કે ટિકટોક પર તેનું વેરિફાઈડ પેજ પણ હતું. તો ઈન્સ્ટાગ્રામ પર પણ તેને 76 હજારથી વધુ ફોલોઅર્સ છે.

હિમ્શીના જણાવ્યા મુજબ તેનો કુતરો ભારતમાં પેરાગ્લાઈડિંગ કરનાર પહેલો કુતરો છે, જેનો વીડિયો પહેલેથી જ વાયરલ છે. આ ઉપરાંત તે અનેક જગ્યાએ ફર્યો છે.

આ કુતરો નોયડામાં રહેતા હિમ્શી ત્યાગીનો છે. વાયરલ વીડિયોમાં કુતરાની સાથે તેમના પતિ રોહન ત્યાગી છે.

લોકો શનિદેવ અને ભૈરવબાબાનું રુપ ગણાવતા હતા
હિમ્શી હાલ સોશિયલ મીડિયામાં થઈ રહેલા ટ્રોલિંગને લઈને ભારે પરેશાન છે. તેમને કહ્યું કે આ બધું માત્ર સોશિયલ મીડિયામાં થઈ રહ્યું છે, નહીંતર કેદારનાથમાં તો લોકોએ દિલનું સ્વાગત કર્યું હતું. હિમ્શીએ કહ્યું- નવાબ પહેલા પણ અમારી સાથે અનેક મંદિરોમાં ગયો છે. પરંતુ કેદારનાથ મોટું મંદિર છે. ભીડ અને સિક્યોરિટી વધુ છે. મને ડર હતો કે કયાંક લોકો બોલે નહીં.

હિમ્શીને એવો પણ ડર હતો કે કેદારનાથ પરિસરમાં એન્ટ્રી ન મળી તો શું તશે. કેમકે તેઓ કેદારનાથ લાંબા ટ્રેકિંગ બાદ અહીં પહોંચ્યા હતા. લગભગ 16 કિલોમીટર ચાલીને પહોંચ્યા હતા.

જો કે એવું કંઈ ન થયું, હિમ્શી કહે છે કે કેદારનાથમાં તેમના કુતરાને લોકોએ અનહદ પ્રેમ આપ્યો. કોઈ તેનાથી ડરતું ન હતું. અનેક લોકોએ તેની સાથે ફોટો પડાવ્યો. ભક્તો તો ભક્ત પણ મંદિરના પુજારી પણ સારું વર્તન કરતા હતા. હિમ્શીના જણાવ્યા મુજબ કેટલાંક લોકોએ નવાબને પગે પણ લાગ્યા અ કહ્યું તેઓ ભૈરવ બાબાનું સ્વરૂપ છે.

કેટલાંક વૃદ્ધોએ નવાબને ભાગ્યવાનો ગણાવ્યો. આ વૃદ્ધોનું કહેવું હતું કે અમને તો ઉંમરના છેલ્લા પડાવમાં ભગવાન કેદારનાથના દર્શન કરવાની તક મળી.

આ શ્વાનનું નવાબ ત્યાગી છે. નવાબ હાલ ચાર વર્ષ ચાર મહિનાનો છે. હિમ્શી તેને 2018માં બેંગલુરુથી મંગાવ્યો હતો. જેમાં કુલ એક લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.

હિમ્શીએ જણાવ્યું કે કુલ ત્રણ કુતરા તે દિવસે કેદારનાથ ગયા હતા. જેમાંથી બે હસ્કી અને એક લેબ્રા ડોગ હતું. લેબ્રા કાળા રંગનો હતો, જેને જોઈને ત્યાં બેઠેલા કેટલાંક બાબા બોલી રહ્યાં હતા કે આ તો શનિદેવનું રૂપ છે તેને અહીં જ છોડી જાવ. હિમ્શીએ એક વાત વધુ કહી કે નવાબ કે અન્ય કોઈ કુતરા મુખ્ય મંદિરમાં આવ્યા ન હતા. તેમને માત્ર પરિસર સુધી જ લઈ જવાયા હતા.

ઉત્તરાખંડ આવીને દેખાડો તેવી ધમકીઓ મળી રહી છે
હિમ્શી ત્યાગીએ વધુમાં જણાવ્યું કે વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયામાં તેમને ધમકીઓ મળી રહી છે. કેટલાંક ટ્રોલર્સ કહી રહ્યાં છે કે હવે ઉત્તરાખંડમાં ઘુસવા નહીં દઈએ. હિમ્શી જણાવે છે કે તેમને કંઈ ખોટું નથી કર્યું અને આવા લોકો તેમને રોકનારા કોણ છે.

હિમ્શીએ જણાવ્યું કે તે અને તેનો પતિ પોતાની સોસાયટીમાં કુતરાઓની સારસંભાળ રાખે છે. હાલમાં જ તેમને છ કુતરાઓને પારગોની બીમારીથી બચાવ્યો. પારગોને કુતરાઓ માટે કોરોના જેવી ખતરનાક બીમારી ગણાવાય છે.

હિમ્શી હાલ સોશિયલ મીડિયામાં થઈ રહેલા ટ્રોલિંગને લઈને ભારે પરેશાન છે. તેમને કહ્યું કે આ બધું માત્ર સોશિયલ મીડિયામાં થઈ રહ્યું છે, નહીંતર કેદારનાથમાં તો લોકોએ દિલનું સ્વાગત કર્યું હતું
હિમ્શીના જણાવ્યા મુજબ તેનો કુતરો ભારતમાં પેરાગ્લાઈડિંગ કરનાર પહેલો કુતરો છે, જેનો વીડિયો પહેલેથી જ વાયરલ છે
Back to top button