ગુજરાતટોપ ન્યૂઝ

વિવાદનો અંત: સાળંગપુર મંદિરમાં હનુમાનજીના વિવાદિત ભીંતચિત્રો દૂર થયા

  • ભીંતચિત્ર દૂર કરાતા મોડી રાત્રે મંદિર પરિસરમાં ભારે ડ્રામા સર્જાયો
  • મંદિર તંત્ર દ્વારા સ્પીકર મારફતે જાહેરાત કરવામાં આવી હતી
  • ત્રિમૂર્તિ મંદિરના મહંત અને હનુમાન ભક્તોએ પ્રતિક્રિયા આપી

ગઇકાલે રાત્રીના સાળંગપુર કષ્ટભંજન મંદિર પ્રાંગણમાં ગતિવિધિઓ શરૂ થઇ હતી. જેમાં મંદિર તંત્ર દ્વારા સ્પીકર મારફતે જાહેરાત કરવામાં આવી હતી. તેમજ શ્રદ્ધાળુઓને મંદિર પરિસર ખાલી કરવાની સૂચના અપાઈ હતી. તેમજ પ્રતિમા ફરતે ઊંચા પડદા બાંધી કામગીરી કરવામાં આવી છે. ભીંતચિત્રો હટાવાયા બાદ પડદા હટાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતા રાજ્યના આ વિસ્તારોમાં આવશે ભારે વરસાદ

ભીંતચિત્ર દૂર કરાતા મોડી રાત્રે મંદિર પરિસરમાં ભારે ડ્રામા સર્જાયો

સાળંગપુર મંદિરમાં વિવાદિત ભીંતચિત્ર દૂર કરાતા મોડી રાત્રે મંદિર પરિસરમાં ભારે ડ્રામા સર્જાયો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી કરવામાં આવી છે. ભીંતચિત્રો હટાવવાની કામગીરી ગુપચૂપ કરવામાં આવી છે. મંદિર પરિસરમાં અંધારૂ કરી વિવાદીત ભીંતચિત્રો હટાવાયા છે. બોટાદના સાળંગપુર મંદિર ખાતે વિવાદિત ભીંત ચિત્રો દૂર કરવાની જાહેરાત બાદ હવે મંદિર ખાતે ગતિવિધિઓ તેજ થઈ ગઈ હતી. હવે સાળંગપુર કષ્ટભંજન મંદિર પ્રાંગણમાં વિવાદાસ્પદ ભીંતચિત્રો હટાવાયા છે.

રાત્રી રોકાણ કરવાના હોય તેઓને પોતાના રૂમમાં જવાની સૂચના આપવામાં આવી

વિવાદાસ્પદ ભીંતચિત્રો હટાવવા મામલે સાળંગપુર કષ્ટભંજન મંદિર પ્રાંગણમાં ગતિવિધિઓ શરૂ થઇ ગઈ હતી. મંદિર તંત્ર દ્વારા સ્પીકર મારફતે જાહેરાત કરીને શ્રદ્ધાળુઓને મંદિર પરિસર ખાલી કરવાની સૂચના આપવામાં આવી હતી. જે લોકો રાત્રી રોકાણ કરવાના હોય તેઓને પોતાના રૂમમાં જવાની સૂચના આપવામાં આવી હતી. તો પોલીસ દ્વારા પણ લોકોને મંદિર પરિસરમાંથી હટાવવામાં આવ્યા હતા. અમદાવાદમાં થયેલી બેઠક બાદ આજે સૂર્યોદય પહેલા ભીંતચિત્રો દૂર કરી દેવાયા છે.

ત્રિમૂર્તિ મંદિરના મહંત અને હનુમાન ભક્તોએ પ્રતિક્રિયા આપી

સાળંગપુર હનુમાન મંદિર વિવાદમાં ભીંતચિત્રો હટાવવાની જાહેરાત બાદ હવે સનાતન હિન્દુ ધર્મના સાધુ સંતો અને મહંતો પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેમાં, રાજકોટના બાલાજી ત્રિમૂર્તિ મંદિરના મહંત અને હનુમાન ભક્તોએ પ્રતિક્રિયા આપી છે. મહંતે પ્રતિક્રિયા આપતા જણાવી રહ્યા છે કે સનાતન ધર્મમાં રહીને આ પ્રકારના વિવાદ ઊભા ન કરવા જોઈએ. ખૂબ જ આનંદની વાત છે કે સુખદ સમાધાન થઈ ગયું છે. હવે આશા રાખીએ છીએ કે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો આ પ્રકારના કૃત્ય ન કરે.

Back to top button