ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

એમેઝોન પર 28 ટકા ડિસ્કાઉન્ટ છતાં 26 હજારમાં વેચાઈ રહી છે પ્લાસ્ટિકની ડોલ, યુઝર્સ પરેશાન

Text To Speech

ઓનલાઈન શોપિંગ કરનારાઓ માટે એક મજેદાર સમાચાર સામે આવી રહ્યાં છે. ઓનલાઈન શોપિંગ સાઈટ એમેઝન પર હાલ એક પ્લાસ્ટિકની ડોલ વેચાઈ રહી છે, ડોલનું વેચાણ થવું તે કોઈ નવી વાત નથી પરંતુ પ્લાસ્ટિકની આ ડોલ 26 હજારમાં વેચાઈ રહી છે. જી હાં Amazon પર 26 હજારમાં એક પ્લાસ્ટિકની ડોલ વેચવામાં આવી રહી છે, એટલું જ નહીં તેની સાથે એક ઓફર પણ આપવામાં આવી રહી છે. ઓફર એ છેકે આ બાલટીની કિંત 35 હજાર હતી, પરંતુ 28 ટકા ડિસ્કાઉન્ટ પછી તેની કિંમત 26 હજાર રૂપિયા થઈ છે.

એક યૂઝરે ટ્વિટર પર એક ફોટો શેર કર્યો છે જેમાં એક પ્લાસ્ટિકની ડોલ દેખાઈ રહી છે. આ ફોટોમાં તેવો દાવો કરાયો છે કે આ ડોલની કિંમત 26 હજાર રૂપિયા છે. વિચાર કરવાની વાત એ છે કે આ પ્લાસ્ટિકની ડોલને વેન્ડર દ્વારા નો કોસ્ટ EMI પર પણ આપવામાં આવી રહી છે. એટલું જ નહીં આ ડોલને ખરીદવા પર કેશબેક ઓફર પણ છે. ફોટો શેર કરીને યૂઝરે લખ્યું કે મને એમેઝોન પર આ મળ્યું છે, સમજાતું નથી કે આનું હું શું કરું. તો ફોટો વાયરલ થયા બાદ આ પ્રોડક્ટને કંપનીએ હટાવી દીધી છે.

EMI પર પણ ડોલ મળી રહી હતી
આટલું ઓછું હોય તેમ આ ડોલને ખરીદવા માટે લોકોને EMIનો ઓપ્શન પણ આપવામાં આવી રહ્યો છે. પહેલા તો લોકોને લાગ્યુ કે ડોલની કિંમત ખોટી લખાઈ ગઈ છે પરંતુ ,લોકોને ત્યારે ઝટકો લાગ્યો કે 26,000માં આ ડોલ વેચાઈ પણ ગઈ. ડોલનો સ્ક્રીનશોટ પણ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. ટ્વિટર પર લોકોએ એક પછી એક પ્રતિક્રિયાઓ આપી. કોઈ એ લખ્યુ કે, આ ડોલ સૌની બકેટ લીસ્ટમાં હશે. અન્ય એક યુઝરે કહ્યું કે, હવે તો ડોલ લેવા માટે પણ કિડની વેચવી પડશે.

એમેઝોન પહેલાં પણ ચર્ચામાં આવી ચુક્યું છે
એમેઝોન આ પહેલા પણ ચર્ચામાં આવી ચૂકી છે. બાળકોને મારવા માટે ઓનલાઈન વાંસની લાકડી પણ કંપનીએ 400-500 રૂપિયામાં વેચી હતી, જ્યારે અમેરિકન એમેઝોન પર લીમડાંના દાતણને ઓર્ગેનિક ટૂથબ્રશ કહીને લોકોને 1800 રૂપિયાનો ચૂનો લોકોને લગાવ્યો હતો.

કેટલાક નેટિઝન્સે કહ્યું કે, પ્રોડક્ટ વર્તમાનમાં સ્ટોકથી બહાર હતી. પ્રોડક્ટની કિંમત હવે પેજ પરથી હટાવી દેવામાં આવી છે, પરંતુ નેટિઝન્સે ટ્વિટર પર તેના માટે રિવ્યુ આપ્યા છે. થોડા દિવસ પહેલા ચીનમાં લક્ઝરી ફેશન લેબલ ગુચી અને સ્પોર્ટસવેરની દિગ્ગજ કંપની અડીડાસ ચર્ચામાં આવી હતી, જેમાં તેમણે ‘સન અમ્બ્રેલા’ નામથી કેટલીક ડિઝાઈનને વેચવાનું શરૂ કર્યું હતું. બંને કંપનીઓને ટ્રોલ કરવામાં આવી હતી કેમ કે છત્રીઓ વોટરપ્રૂફ નહોતી અને એક યુનિટની કિંમત 11,100 યુઆન એટલે કે 1.27 લાખ હતી.

 

Back to top button