કેરી ખરીદવા મામલે બબાલ, વેપારીઓએ ફોડી નાખી ગ્રાહકની આંખ, જાણો શું છે મામલો
હાલ કેરીને સીઝન ચાલી રહી છે. ત્યારે માર્કેટમાં મોટી સંખ્યામાં લોકો કેરી ખરીદવા આવતા હોય છે. અને કેરી ખરીદતી વખતે કેટલીક વાર ગ્રાહક અને વેપારી વચ્ચે સામાન્ય રકઝક તો થતી જ હોય છે. પરંતુ ભાવ તાલ કરાવવામા કોઈને પોતાના શરીરનું કોઈ અંગ ગૂમાવવું પડે તેવું ભાગ્યેજ કોઈ જગ્યાએ બનતું હોય છે. ત્યારે રાજકોટમા કેરીનાં ભાવ મુદ્દે એક બબાલ થતા એક વ્યક્તિને પોતાની આંખ ગૂમાવવી પડી છે.
કેરીના વેપારીએ ગ્રાહકની આંખ ફોડી
રાજકોટમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં કેરીના ભાવ મુદ્દે ગ્રાહક અને વેપારી વચ્ચે બબાલ થતા એક વ્યક્તિને પોતાની એક આંખ ગૂમાવવી પડી છે. મળતી માહીતી મુજબ રાજકોટના રૈયામાં વેપારી અને ગ્રાહક વચ્ચે કેરીનો ભાવ મામલે બબાલ થઈ હતી. રૈયાધારમાં રૂડીમા ચોક પાસે રહેતા 53 વર્ષના વૃદ્ધ રૈયા રોડ પર આવેલા સદગુરુ કોમ્પલેક્ષમાં કેરીના વેપારી પાસેથી કેરી ખરીદવા ગયા હતા.જ્યાં તેમણે કેરીના બોક્સનો ભાવ પૂછતા વેપારીએ રૂ.700 કહ્યો હતો. જોકે વૃદ્ધ પાસે માત્ર 500 રૂપિયા હોવાથી તેમણે 500માં આપવા કહ્યું હતું. અને વૃદ્ધ કેરી ખરીદવાની ના પાડી ત્યાથી જઈ રહ્યા હતા. ત્યારે વેપારીએ તેમની પાછળ જઈને 500 રુ માં બોક્સ ખરીદવા કહ્યું હતું. ત્યારેવૃદ્ધે, હું ચેક કરીને લઈ જઈશ. એમ કહેતા આ ઉશ્કેરાઈ ગયા અને વૃદ્ધ સાથે બોલાચાલી કરીને માર મારવા લાગ્યા હતા. જેમાં વૃદ્ધને ડાબી આંખમાં ઢીકો મારતા તેમને દેખાવવાનું ઓછું થઈ ગયું હતું. જેથી તેમણે 100 નંબર પર પોલીસને ફોન કર્યો હતો. અને વૃદ્ધે કેરીના વેપારી સહિત અન્ય બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ગ્રાહકસિવિલ હોસ્પિટલમાં દાખલ
એક આંખની રોશની ગુમાવનાર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.જ્યાં આંખ વિભાગમાં તેમની તપાસ બાદ ડોક્ટરે તેમની ડાબી આંખની રોશની પાછી આવવાની શક્યતા નહીવત હોવાનું જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો : મોદી સરકારના 9 વર્ષના કાર્યકાળ પર કોંગ્રેસના 9 સવાલ, કહ્યું- PM મોદી મૌન તોડે