AAP હિન્દુ વિરોધી હોવાનો વિવાદ : ઊંઝા મંદિરમાં કેજરીવાલનું સ્વાગત ન કરવાનો પત્ર વાયરલ
ચૂંટણી સાથે રાજકીય નેતાઓની મંદિર તરફની દોડ વધી છે. આ વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા દ્વારા કરવામાં આવેલી વિવિધ ટિપ્પણીના પડઘા હવે મોટું રૂપ ધારણ કરી રહ્યું છે. જેના પગલે આપ નેતાઓનો મંદિર દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અરવિંદ કેજરીવાલ સોમવારે ઊંઝાના પ્રવાસે છે અને તે પહેલાં હિન્દુ હિત રક્ષક સમિતિએ કેજરીવાલને હિન્દુ વિરોધી જણાવીને મંદિરમાં સ્વાગત ન કરતો પત્ર લખ્યો છે.
ગુજરાત આપના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાના જૂના વિડીયો વાયરલ થયા હતા, જેના કારણે ઘણાં લોકોની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે. ત્યારે હિન્દુ રક્ષક સમિતિએ એમ પણ લખ્યું કે માતાજીના મંદિરને રાજકીય અખાડો બનાવવા અમે માગતા નથી. માત્ર ટ્રસ્ટી મંડળ દ્વારા કોઈપણ પ્રકારનું સ્વાગતન કે સરભરા ન કરાય એની માગણી કરી હતી.
જાણો પત્રમાં શુ લખ્યું
ઊંઝામાં આવેલા મંદિરાના પત્રમાં લખવામાં આવ્યું છેકે, ઉમિયા માતાજીના મંદિર એ લાખો લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે તેવામાં અરવિંદ કેજરીવાલ હિન્દુ વિરોધી માનસિકતા ધરાવે છે. જેથી જેમના કાર્યકર્તાઓ તથા તેમના ભગવાન વિરોધી માનસિકતાના કારણે ઊંઝા મંદિરમાં તેમના સ્વાગત ન કરવા વિનંતી કરાઈ હતી. પત્રમાં વધુમાં જણાવાયું છે કે હિન્દુ રક્ષક સમિતિ માતાજીનું આસ્થા કેન્દ્રને અમે રાજકીય અખાડો બનવા દેવા માગતા નથી. પરંતુ લાખો હિન્દુઓની લાગણીનું માન રાખી અરવિંદ કેજરીવાલનું સ્વાગત કે સરભરા ન કરવામાં આવે તેવી માગ કરી છે.
આ પણ વાંચો : કેન્દ્રીય ચૂંટણી પંચનો આજે ગુજરાતમાં બીજો દિવસ, આ શહેરની કરશે મુલાકાત
શા માટે થયો વિવાદ
હાલમાં જ ગોપાલ ઈટાલિયાના વાયરલ વિડીયો બાદ સ્થિતિ વધુ વણસી ગઈ છે. અત્યારે ઈટાલિયાના વિવાદાસ્પદ નિવેદનો બહાર આવતા હોબાળો મચી જવા પામ્યો છે. જેની અસર કેજરીવાલના પ્રવાસ પર પણ પડતી હોવાનું જોવા મળ્યું છે.જોકે આના પછી ગુજરાતમાં હિન્દુ વિરોધી પાર્ટી હોવાનો વિવાદ વકરતા આમ આદમી પાર્ટીની છબી ખરડાઈ હતી.થોડા સમય પહેલા દિલ્હીના પૂર્વ મંત્રી તથા આમ આદમી પાર્ટીના રાજેન્દ્ર પાલ ગૌતમનો હિન્દુ દેવી દેવતાઓ અંગે આપત્તિજનક શપથો આપતા કાર્યક્રમમાં હાજર રહેતો વિડીયો સામે આવ્યો હતો.
આ પણ વાંચો : વડાપ્રધાન મોદી પર ગોપાલ ઈટાલિયાએ કરેલી આપત્તિજનક ટિપ્પણી અંગે લોકોનું શું છે માનવું ?