નેશનલ

કોંગ્રેસ નેતાના નિવેદનથી વિવાદ, કહ્યું ‘સંવિધાન બચાવવું હોય તો મોદીને મારવા તૈયાર રહો’

Text To Speech

મધ્યપ્રદેશના એક પૂર્વ મંત્રી અને કોંગ્રેસના નેતાએ પીએમ મોદીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. રાજા પાટેરીયાએ એક સભામાં કોંગ્રેસના અન્ય કાર્યકરોને પીએમ મોદીને મારવા માટે તૈયાર રહેવા કહ્યું હતુ. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા વિવાદ સર્જાયો છે. જે બાદ મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ આ મામલે FIR કરવાના આદેશ આપ્યા છે.

પટેરિયાના નિવેદનથી વિવાદ

પટેરિયાએ પન્ના જિલ્લાના પવઈ ખાતે સભામાં કહ્યું છે કે જો બંધારણ બચાવવું હોય તો મોદીને મારવા તૈયાર રહો. પૂર્વ મંત્રી રાજા પટેરિયાના વિવાદાસ્પદ નિવેદન પર રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષે કોંગ્રેસના નેતા પર લોકોને ઉશ્કેરવાનો આરોપ લગાવીને તપાસની માંગ કરી છે. પૂર્વ મંત્રી રાજા પટેરિયા પર પ્રહાર કરતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ વીડી શર્માએ કહ્યું કે, રાજા પટેરિયાના વડાપ્રધાનને મારવા માટે જનતા અને કોંગ્રેસના કાર્યકરોને ઉશ્કેરવા એ અત્યંત ગંભીર અને નિંદનીય છે.

RAJA PATERIYA-HUM DEKHENGE NEWS
મધ્યપ્રદેશના પૂર્વ મંત્રી અને કોંગ્રેસના નેતાએ પીએમ મોદીને લઈને વિવાદિત નિવેદન આપ્યું

આ પણ વાંચો: સંસદમાં મહિલા અનામત બિલ લાવવાની માગ, જાણો વિધાનસભાઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ કેટલું છે

પટેરિયાએ કહ્યું, સંવિધાન બચાવવું હોય તો મોદીને…

પટેરિયાએ પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા કહ્યુ હતુ કે “વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધર્મ, જાતિ, ભાષાના આધારે લોકોને વિભાજિત કરશે. દલિતો, આદિવાસીઓ અને લઘુમતીઓના જીવ જોખમમાં છે. જો બંધારણને બચાવવું હોય તો મોદીને મારવા માટે તૈયાર રહો.

પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરી

ત્યારે આ ઘટના બાદ પટરિયા પોતાના નિવેદન પર સ્પષ્ટતા આપતા કહ્યુ હતુ કે, હું મોદીને ચૂંટણીમાં હરાવવાની વાત કરી રહ્યો હતો. જેમાં હત્યાનો કોઈ ઉલ્લેખ નહોતો. મારા નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. બીજી તરફ પટેરિયાના વાયરલ થયેલા વીડિયોની વાત કરીએ તો તેઓ ચૂંટણી જીતવા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરતા સાંભળવા મળે છે.

Back to top button