મનોરંજન

વિવાદાસ્પદ પોસ્ટર : સિગારેટ પીતાં ‘Kaali’ માતાને જોઈને ભડક્યાં લોકો, શું કહેવા માંગે છે પોસ્ટર ?

Text To Speech

હાલમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીને વિવાદમાં આવી પોતાની ફિલ્મ હિટ કરાવવાનું ઘેલું લાગ્યું છે. જેમાં હવે ધાર્મિક લાગણીઓ સાથે લોકોને ઉશ્કેરવાનું ફિલ્મ મેકર્સને પણ જાણે ટ્રેન્ડ બનાવી રહ્યું છે. તાજેતરમાં ઈન્ડિયન ફિલ્મમેકર લીના મણિમેકલઈની ડોક્યુમેન્ટ્રીના પોસ્ટર અંગેનો વિવાદ સોશિયલ મીડિયામાં ખૂબ જ ટ્રેન્ડ થઈ રહ્યો છે.

શા માટે થઈ રહ્યો છે વિવાદ ?

એક અલગ જ ઓળખ ધરાવતી ફિલ્મમેકર, એક્ટર, પોએટ અને ડાયરેક્ટર લીનાએ 2 જુલાઈના રોજ ટ્વિટર પર પોતાની ડોક્યુમેન્ટ્રીનું પોસ્ટર શેર કર્યું હતું. સાથે જ તેણે પોતે ખૂબ જ ઉત્સાહિત હોવાની લાગણી વ્યક્ત કરી હતી કારણ કે, તેની ડોક્યુમેન્ટ્રી કેનેડા ફિલ્મ ફેસ્ટિવ (Rhythms of Canada)માં લોન્ચ થઈ હતી.

હકીકતે ‘કાલી’ (Kaali) નામની આ ડોક્યુમેન્ટ્રીના પોસ્ટરમાં હિંદુઓના આરાધ્ય દેવી કાળકા માતા, મા કાલીને સિગારેટ પીતા દર્શાવવામાં આવ્યા છે. ફિલ્મના પોસ્ટરમાં આર્ટિસ્ટ કાલી માની વેશભૂષામાં એક હાથમાં ત્રિશૂળ અને બીજા હાથમાં એલજીબીટીક્યુ (LGBTQ) સમુદાયના પ્રાઈડ ફ્લેગ સાથે જોવા મળે છે. આ પોસ્ટર જોઈને લોકોમાં ખૂબ જ રોષ વ્યાપ્યો છે.

લીનાની આ પોસ્ટના કારણે હિંદુ સમુદાયના લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે અને સોશિયલ મીડિયામાં તેનો ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે. સાથે જ ટ્વિટર પર ‘અરેસ્ટ લીના મણિમેકલઈ’ હેશટેગ ટ્રેન્ડ થઈ રહ્યું છે. યુઝર્સે અમિત શાહથી લઈને વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)ને ટેગ કરીને આ પોસ્ટર અને ફિલ્મ સામે કાર્યવાહી કરવાની માગણી કરી છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્રના ટ્રેલર અંગે પણ વિવાદ જાગ્યો હતો. તેમાં એક્ટર મંદિરમાં જૂતા પહેરીને દર્શાવાયાનો આરોપ લગાવાયો હતો. ત્યાર બાદ દર્શકોએ મેકર્સને ટ્રોલ કરીને ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ લગાવ્યો હતો.

Back to top button