ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાં ડોર ટુ ડોર કચરો લેવાના વિવાદિત કોન્ટ્રાક્ટનો દબદબો યથાવત

  • વિવાદીત પ્રોજેક્ટના 12 વર્ષના કોન્ટ્રાક્ટનો પહેલી જુલાઇથી અમલ શરુ
  • મ્યુનિ.ની સાતેય ઝોનની કચેરીઓમાં ચર્ચાનો વિષય બન્યો
  • દર વર્ષે 5 ટકા વધારા સાથે આંકડો રૂ.5,381 કરોડ પહોંચ્યો

અમદાવાદમાં ડોર ટુ ડોર કચરો લેવાના વિવાદિત કોન્ટ્રાક્ટનો દબદબો યથાવત રહ્યો છે. જેમાં પ્રથમ વર્ષે રૂ.338 કરોડ અને પછી દર વર્ષે 5 ટકા વધારા સાથે આંકડો અધધ રૂ.5,381 કરોડ પહોંચ્યો છે. હાલ સાતેય ઝોનનો વાર્ષિક રૂ. 240 કરોડમાં કોન્ટ્રાક્ટ હતો, નવા ટેન્ડરથી પ્રથમ વર્ષેજ 100 કરોડ વધે છે. જેમાં કોન્ટ્રાક્ટરોએ કામ લેવા વચેટિયાઓનો સહારો લીધો છે!

આ પણ વાંચો: રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં જેલના સળિયા ગણતા પૂર્વ TPO રંગીન મિજાજી હોવાનો ઘટસ્ફોટ

12 વર્ષના કોન્ટ્રાક્ટનો પહેલી જુલાઇથી અમલ શરુ

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ડોર ટુ ડોર વિવાદીત પ્રોજેક્ટના 12 વર્ષના કોન્ટ્રાક્ટનો પહેલી જુલાઇથી અમલ શરુ થઇ રહ્યો છે. જે મુજબ પ્રથમ વર્ષે સરેરાશ રૂપિયા 338 કરોડ અને પછી દર વર્ષે 5 ટકા વધારા સાથે 12 વર્ષે આંકડો અધધ 5,381 કરોડે પહોંચશે. હાલ ડોર ટુ ડોર માટે સાતેય ઝોનમાં વાર્ષિક રુપિયા 240 કરોડનો ખર્ચ થાય છે. હવે જુલાઇ-2024થી વધીને સરેરાશ દર વર્ષે 338 કરોડનો ખર્ચ થશે. કુલ ચાર કંપનીઓએ ભાગ લીધો હતો. તમામને કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો છે. સૌથી મહત્વની બાબત એ છેકે, ડોર ટુ ડોર કચરો ઉપાડવાની કામગીરીમાં કોન્ટ્રાક્ટરો કામ નહીં કરતા હોવા સહિત ભ્રષ્ટાચારની મોટાપાયે ફરિયાદો ઉઠી છે. આમ છતાં દસ વર્ષનો અને પછી બે વર્ષનો સમય વધારી આપવા સહિત 12 વર્ષનો કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત મંજૂર કરવામાં કોનું હિત છે ? તેની ચર્ચાએ ગાંધીનગર સુધી ખળભળાટ મચાવ્યો છે.

મ્યુનિ.ની સાતેય ઝોનની કચેરીઓમાં ચર્ચાનો વિષય બન્યો

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ચૂપચાપ લોકસભાની ચુંટણીની આચારસંહિતા અમલી બને તે પહેલાં કચરો ઉપાડવાના ડોર ટુ ડોરના રુપિયા 5,381 કરોડની 7 દરખાસ્તો મંજૂર કરી દીધી હતી. મ્યુનિ. દ્વારા રૂપિયા 315 કરોડની બેઝ પ્રાઇઝ સાથે વર્ષ 2024થી 2035ની સમય મર્યાદા માટે જુદા જુદા 7 ટેન્ડરો બહાર પાડયા હતાં. જેની સામે કુલ 4 કંપનીઓએ વાર્ષિક રુપિયા 338 કરોડના કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત માર્ચ-2024માં સ્ટેન્ડિંગ કમિટીમાં મુકાઇ હતી અને મંજૂર પણ કરી દેવાઇ હતી. મ્યુનિ. ના સુત્રો કહ્યું કે, ડોર ટુ ડોર કચરો ઉપાડવાના કામના કોન્ટ્રાક્ટરો કામ મેળવવા માટે વચેટિયાઓનો સહારો લીધો છે. હવે વચેટિયાઓએ કેવી રીતે ખેલ પાડયો અને કેટલી ટકાવારીમાં ખેલ પાડયો ? તેની ચર્ચાએ મ્યુનિ.ની સાતેય ઝોનની કચેરીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Back to top button