ગુજરાતટોપ ન્યૂઝ

હાટકેશ્વર બ્રિજ ભ્રષ્ટાચારમાં કોન્ટ્રાકટર – AMC ની મિલીભગત, બેન્ક ગેરંટી વગર જ વર્ક ઓર્ડર અપાયો !

Text To Speech

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ હાટકેશ્વર બ્રિજના વિવાદમાં હવે એક મોટી વાત સામે આવી છે જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા કામ પેટે માર્ગ અને મકાન વિભાગમાં બેંક ગેરન્ટી પેટે જે તે બેન્કનો ચેક કે ડ્રાફ્ટ કામ શરૂ કરતાં પહેલા જમા કરાવવાનો હોય છે જે આ કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવેલ ન હતું. ઉલ્લેખનીય છે કે માર્ગ અને મકાન વિભાગના નિયમ પ્રમાણે કોઈ પણ કામ શરૂ કરતાં પહેલા કે વર્ક ઓર્ડર આપતા પહેલા બેન્ક ગેરંટી ફરજિયાત જમા કરાવવી પડતી હોય છે.

આ પણ વાંચો : 2021 PSI ભરતી : પરીક્ષામાં ઉતીર્ણ થયેલા તમામ ઉમેદવારોનું બાયોમેટ્રીક ક્રોસ વેરીફિકેશન કરવાનો નિર્ણય
હાટકેશ્વર - HumdekhengenewsAMC પાસેથી મળેલા માહિતી પ્રમાણે બ્રિજના કામ દરમિયાન કોન્ટ્રાકટર અજય એન્જીનીયરીંગ ઇન્ફ્રા પ્રા. લીમિટેડે પ્રોજેક્ટ સમયના રૂપિયા 1.99 કરોડ જેટલી બેન્ક ગેરંટી જમા કરાવી ન હતી. બ્રિજની ડિફેકટ લાયબિલિટી મુદત પૂર્ણ થઇ ગઈ અને 2017 વર્ક કમ્પ્લીશન સર્ટિફિકેટ અપાયું ત્યાં સુધી બેન્ક ગેરંટી લેવામાં જ આવી ન હતી. જ્યારે આખેઆખું કામ સમાપ્ત થઈ ગયું છતાં બેન્ક ગેરંટી લેવામાં આવી ન હતી મતલબ કે AMC કોન્ટ્રાક્ટરની મિલીભગત વગર આ શક્ય નથી.  એએસમીએ બ્રિજ માટે 51 કરોડ મંજૂર કર્યા હતા. પરંતુ મંજુર થયેલા ટેન્ડરની રૂપિયા 39.87 કરોડની રકમ ની સામે કોન્ટ્રાકરે દ્વારા રૂપિયા 34.03 કરોડનું કામ કર્યું હોવાના બિલ રજૂ કર્યા હતા. રૂપિયા 34.03 કરોડના કામના બિલ સામે રૂ.32.36 કરોડના બિલ ચૂકવાઈ પણ ગયા છે.હાટકેશ્વર - Humdekhengenewsમળતી માહિતી મુજબ ડામર અને આરસીસી વેરિંગ કોટના કુલ થયેલા કામની ડિફેકટ લાયબિલિટી મુદત પૂર્ણ થયા પછીના 2 વર્ષની તથા માસ્ટીક આસ્ફાલ્ટ કામની કુલ રકમના 20 ટકા રકમની ડિફેકટ લાયાબીલિટી સમય પૂર્ણ થયા પછીના 4 વર્ષ સુધીની બેન્ક ગેરંટી પણ આપવામાં આવી નથી. સિમેન્ટ અને સ્ટીલના ભાવફેર હેઠળ પણ રૂ.20 લાખથી વધુની રકમ ચૂકવાઈ ગઈ હતી. AMC સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ માસ્ટીક વર્કની વોરંટી મુદત વર્ષ 2022 સુધી હોવા છતાં AMCએ રૂપિયા 90 લાખના ખર્ચે બ્રિજ રીપેરીંગનો નિર્ણય કર્યો હતો. હાટકેશ્વર બ્રિજ બનાવવાનું કામ રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં આવવાના બદલે કમિશનર દ્વારા સીધું જ ફેબ્રુઆરી 2015માં સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મુકવામાં આવ્યું હતું.

Back to top button