ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડ

અમેરિકા સાથેની વેપાર સંધિની રૂપરેખા 2-3 સપ્તાહોમાં નક્કી થશે

Text To Speech

નવી દિલ્હી, 18 માર્ચઃ ભારતે હજુ સુધી અમેરિકા સાથેની ચર્ચામાં રેસિપ્રોકલ (પારસ્પરિક) ટેરિફનો મુદ્દો ઉઠાવ્યો નથી અને અત્યાર સુધી ચર્ચાના કેન્દ્ર સ્થાને દ્વીપક્ષીય વેપાર સંધિ (બીટીએ) રહી છે અને બન્ને દેશોની વચ્ચેના વેપારને 2030 સુધીમાં 500 અબજ ડોલર સુધી કેવી રીતે લઇ જવો તેના માર્ગો શોધવામાં આવી રહ્યા છે. જોકે એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતુ કે રેસિપ્રોકલ ટેરિફ ક્ષેત્રીય, પ્રોડક્ટ આધારિત કે દેશ પર રહેશે તે હજુ જાણી શકાયુ નથી. અમે આ વિષયને હજુ સુધી હાથમાં લીધો નથી. અમેરિકા સાથે કેવી રીતે વેપાર રહેશે તેની રૂપરેખા 2-3 સપ્તાહોમાં નક્કી થઇ જશે.

નોંધનીય છે કે 13 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 2030 સુધીમાં વેપારને 500 અબજ ડોલરના સુધીના સ્તરે પહોંચાડવાનું એક સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યુ હતું. હાલમાં બન્ને દેશો વચ્ચેનો વેપાર 200 અબજ ડોલરના સ્તરે છે. મોદી અને ટ્રમ્પની બેઠકને પગલે બન્ને તરફેથી બીટીએ પર સક્રિય પ્રયાસો થઇ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકન બિઝનેસીસ દ્વારા અન્ય બજારોમાં કેવા પ્રકારના ટેરિફ અને નોન ટેરિફ અંતરાયોનો સામનો કરવામાં આવી રહ્યો છે તેના ગેરફાયદા વિશેનો અમેરિકાનો અભ્યાસ 1લી એપ્રિલ સુધીમાં પૂર્ણ થશે અને તે અનુસાર રેસિપ્રોકલ ટેરિફ લાદવામાં આવશે. અધિકારીએ જણાવ્યું હતુ કે તેઓ 1લી એપ્રિલ સુધીમાં સમગ્ર તપાસ પૂરી કરશે અને ભલામણો માટે કહેશે. હાલના તબક્કે 2જી એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ આવશે કે કેમ તે નક્કી નથી.

બન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય મુદ્દાઓની ચર્ચા કરાશે. અગત્યના મુદ્દાઓ ચર્ચાઓમાં કેન્દ્ર સ્થાને રહેશે. આ બાબતે અમે અમેરિકા સાથે ગાઢ રીતે સંકળાયેલા છીએ એમ સુનિલ બર્થવાલે જણાવ્યુ હતુ.

બીટીએનું માળખું એફટીએ જેવુ રહેશે કે કેમ તે અંગે તેમણે કહ્યુ કે ભારત હજુ વાટાઘાટ કરી રહ્યુ છે. દ્વિપક્ષીય વેપાર સંધિમાં બન્ને દેશોના મુદ્દાઓને આવરી લેવામાં આવશે. તેનું કાનૂની સ્વરૂપ કેવા પ્રકારનું રહેશે તે જોવા માટે પ્રતીક્ષા કરવી પડશે.

આ પણ વાંચોઃ બજાજ ફિનસર્વ રૂ. 24,180 કરોડમાં ઇન્સ્યોરન્સ JVમાં 26 ટકા હિસ્સો ખરીદશે

Back to top button