ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદની હવાના પ્રદૂષણમાં સતત વધારો, આ વિસ્તાર બન્યો ઝેરી!

Text To Speech
  • એર ક્વોલિટી ઇન્ડેક્સ છેલ્લા 5 વર્ષમાં 200થી વધારે થયું
  • કેટલાક લોકો શ્વાસને લખતી બીમારીઓના શિકાર બન્યા
  • આજે અમદાવાદમાં ઓવરઓલ 127 AQI રહ્યો

અમદાવાદની હવાના પ્રદૂષણમાં સતત વધારો થયો છે. જેમાં કેટલાક વિસ્તારની હવા ઝેરી બની હોય તેમ લોકો જણાવી રહ્યાં છે. કંપની, વાહનોના ધુમાડાઓ, ફટાકડાના કારણે હવા પ્રદૂષિત થઇ રહી છે. તેમાં આજે અમદાવાદમાં ઓવરઓલ 127 AQI રહ્યો છે.

એર ક્વોલિટી ઇન્ડેક્સ છેલ્લા 5 વર્ષમાં 200થી વધારે થયું

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ છેલ્લા 5 વર્ષમાં 200થી વધારે થયું છે. ત્યારે 10 વર્ષની આસપાસની ઉંમર ધરાવતા બાળકોમાં અસ્થમાની બીમારી વધુ જોવા મળી છે. અમદાવાદ શહેરમાં એર પોલ્યુશન વધવા માટે માત્ર મ્યુનિ. તંત્ર જવાબદાર હોવાનો વિપક્ષે આરોપ મૂક્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના માનવા મુજબ 36 % રોડ ડસ્ટ 34 % ઘરેલુ વિવિધ ઉપયોગને કારણે STP પ્લાન્ટ તથા ઇન્ડ્રસ્ટીઓ દ્વારા અને 16 % બાંધકામ પ્રવૃતિઓને કારણે એર પોલ્યુશન વધવા પામે છે.

કેટલાક લોકો શ્વાસને લખતી બીમારીઓના શિકાર બન્યા

નવરંગપુરામાં 137, રખિયાલમાં 185 AQI, ચાંદખેડામાં 105 AQI રહ્યો છે. તથા ગઈકાલ કરતા આજે પ્રદૂષણનું AQI થોડુ ઘટ્યું છે. શહેરમાં હવામાં ઠંડક વધતાંની સાથે જ હવામાં પ્રદૂષણની માત્રાનો ઇન્ડેક્સ 254 થયો જે હવા ખરાબ હોવાનું દર્શાવે છે. વહેલી સવારથી શહેરની હવા ખુબજ ખરાબ જોવા મળી છે. અગાઉના આંકડા મુજબ, શહેરના બોપલ 273, પીરાણા 312, ચાંદખેડા 199 અને નવરંગપુરા 193 હવા પ્રદૂષણ જોવા મળ્યું હતુ. પ્રદૂષિત હવાના કારણે શહેરમાં કેટલાક લોકો શ્વાસને લખતી બીમારીઓના શિકાર બન્યા છે.

Back to top button