અમદાવાદમાં હવાના પ્રદૂષણમાં સતત વધારો, જાણો કયા વિસ્તારની હવા બની ઝેરી!
- ઝેરી વાયુ, કાર્બન ડાયોક્સાઈનું પ્રમાણ વાતાવરણમાં વધારી દે છે
- સૌથી વધુ 12 નવેમ્બરે 136 જેટલા આગ લાગવાના બનાવ બન્યા
- મણિનગરમાં AQI 163, ગ્યાસપુરમાં AQI 150 પહોંચ્યો
અમદાવાદમાં હવાના પ્રદૂષણમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં શહેરમાં દિવાળી બાદ પ્રદૂષણનું પ્રમાણ થોડુ ઘટયું છે. ત્યારે ફાયર બ્રિગેડને અલગ અલગ 307 જેટલા કોલ મળ્યા છે. તેમજ મણિનગરમાં AQI 163, ગ્યાસપુરમાં AQI 150 પહોંચ્યો છે.
આ પણ વાંચો: રાજ્યભરમાં ઠંડીનો ચમકારો, જાણો અમદાવાદનું તાપમાન કેટલુ રહ્યું
શહેરના મણિનગરમાં સૌથી વધારે પ્રદૂષણ
શહેરના મણિનગરમાં સૌથી વધારે પ્રદૂષણ છે. ત્યારે મણિનગરમાં AQI 163, ગ્યાસપુરમાં AQI 150 સાથે નવરંગપુરામાં AQI 133, રખિયાલમાં AQI 136 પહોંચ્યો છે. અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં હવા અશુદ્ધ હોવાનું સત્તાવાર આંકડા પરથી ચિત્ર ઊભું થયું છે. એક બાજુ ફેક્ટરીઓના કેમિકલ- ધુમાડાથી હવા અશુદ્ધ બની રહી છે. તેવામાં હવે ફટાકડા કારણે વાયુ પોલ્યુશન વધતા ચિંતા બેવડાઈ છે. દિવાળીમાં નાના બાળકોથી લઈને મોટા સૌ કોઈ ફટાકડા ફોડવાની મજા લેતા હોય છે, પરતું તેને ખ્યાલ સુદ્ધા પણ નથી આવતો કે આ ફડાકડામાં રહેલા ઝેરી તત્વો હવામા ભળે છે.
આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં વાયરલ ઇન્ફેક્શનમાં વધારો, 5 વર્ષના બાળકનું મોત
ઝેરી વાયુ, કાર્બન ડાયોક્સાઈનું પ્રમાણ વાતાવરણમાં વધારી દે છે
ઝેરી વાયુ, કાર્બન ડાયોક્સાઈનું પ્રમાણ વાતાવરણમાં વધારી દે છે તેના કારણે વાયુ પ્રદુષણનું જોખમ હાલ વધી ગયું છે. અમદાવાદમાં મોટા ભાગમાં હવાની માત્રા હાનિકારક છે. પીરાણા જેવા વિસ્તાર ડેન્ઝર ઝોનની નજીક સરકી રહ્યા છે. દિવાળી પર્વના પાંચ દિવસમાં અમદાવાદ ફાયર બ્રિગેડને અલગ અલગ 307 જેટલા કોલ મળ્યા છે. જેમાં સૌથી વધુ 12 નવેમ્બર દિવાળી દરમિયાન 136 જેટલા આગ લાગવાના બનાવ બન્યા છે. તેમાં પણ સૌથી વધુ પશ્ચિમ ઝોનમાંથી કોલ મળ્યાનું સામે આવ્યું છે. તે પછી મધ્ય ઝોન, દક્ષિણ ઝોન અને બાદમાં ઉત્તર ઝોન અને પૂર્વ ઝોનમાં આગ લાગવાના બનાવ નોંધાયા છે. તેમાં પણ સૌથી વધુ નવરંગપુરા, થલતેજ, પ્રહલાદ નગર, મણીનગર અને નિકોલ ફાયર સ્ટેશનને કોલ એટેન્ડ કર્યા છે.