છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં દારૂ સિવાય અન્ય માદક ચીજ્વાસ્તોના વપરાશનું પ્રમાણ ખુબ જ પ્રમાણમાં વધી રહ્યું છે. ગુજરાતમાં અને એમાય મોટા શહેરોમાં આજકાલ કોઇપણ મોટી કંપની કે કોલેજની આસપાસ ચા ની કીટલીઓ પર ગાંજો હોટ ફેવરેટ છે. જેની સાથે અન્ય માદક દ્રવ્યોનું પણ ચલણ યુવાનોમાં વધ્યું છે.
આ પણ વાંચો : ગુજરાતી યુવાધને 2023 નું ભવ્ય રીતે કર્યું સ્વાગત તો પોલીસ પણ વ્યવસ્થા જાળવણીમાં રહ્યું આગળ, જુઓ એક ઝલક
વર્ષ-2022 માં ગુજરાતમાં 31,000 કિલો ડ્રગસ અલગ અલગ જગ્યાએથી પકડી પાડવામાં આવ્યો છે. જે ગુજરાત માટે ખુબ જ મોટો ચિંતા નો વિષય છે. NCBના એક ટોચના અધિકારીના જણાવ્યા પ્રમાણે આ જે આંકડા છે તે જપ્ત કરેલ ડ્રગ્સના છે તેનાથી એવું સાબિત નથી થતું કે આટલી ખપત છે. પણ અહીં વિચારવા જેવી બાબત એ પણ છે કે આટલી બધી માત્રામાં ગુજરાતમાં પહેલા ક્યારેય પકડવામાં આવ્યો નથી તો અચાનક આટલો બધો જથ્થો આવે છે ક્યાંથી અને આના પાછળ કોણ છે તે હજુ સુધી પોલીસ કે NCB ને એની કોઈ ભાળ મળી નથી.
ગુજરાતમાં આજે યુવાવર્ગ નશા તરફ વળી ગયો છે તે વાત નકારી શકાય નહિ
વાત જો રાજ્યના પાટનગર ગાંધીનગરની કરવામાં આવે તો ટેક્નોલોજીનો હબ એવા ઇન્ફોસિટી થી લઈને રિલાયન્સ સર્કલ સુધી જેટલી પણ ચા ની કીટલીઓ છે ત્યાં ગાંજાનું ચલણ મોખરે છે, અને નવાઈની વાત તો એ છે કે આ રોડના બંને છેડે પોલીસ ચોકી છે તેમ છતા પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી. ગાંજાના સપ્લાયર હોમ ડીલીવરી પણ કરે છે.
ગુજરાત સરકારે આ વાતને ગંભીરતાથી લેવી જોઇએ અને આના પાછળના જવાદાર લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. બાકી જો આજ પ્રમાણમાં ગુજરાતમાં આવા માદક દ્રવ્યોનું ચલણ ચાલતું રહશે તો ઉડતા પંજાબ ની જેમ ગુજરાત પર પણ ભવિષ્યમાં ફિલ્મ બને તો નવાઈ નહિ.
આ પણ વાંચો : તલાટીની પરીક્ષા હજુ જાહેર થાય તે પહેલા જ ‘પેપર’ની તોડબાજી શરૂ થઈ ?