ઠંડીના દિવસોમાં ખાસ કરો ખજૂરનું સેવનઃ રોજ કેટલી ખવાય?
- ખજૂર સ્વાદિષ્ટ હોવા ઉપરાંત પોષણથી પણ ભરપૂર છે. તેમાં રહેલા વિટામીન, મિનરલ્સ અને એન્ટી ઓક્સીડેન્ટ તેને ખાસ બનાવે છે.
ખજૂરનું સેવન કરવા માટે શિયાળાની ઋતુ સૌથી યોગ્ય માનવામાં આવે છે. ખજૂર સ્વાદિષ્ટ હોવા ઉપરાંત પોષણથી પણ ભરપૂર છે. તેમાં રહેલા વિટામીન, મિનરલ્સ અને એન્ટી ઓક્સીડેન્ટ તેને ખાસ બનાવે છે. આમ તો દરેક વ્યક્તિઓ માટે ખજૂર ખાવી સારી, પરંતુ મહિલાઓ માટે રોજ ખજૂર ખાવી ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને પીરિયડ્સ દરમિયાન દુખાવાની સ્થિતિમાં તેનું સેવન સારા પરિણામ આપે છે અને દુઃખાવામાં રાહત આપી શકે છે.
ફાઈબરથી ભરપૂર ખજૂર દરેક વ્યક્તિ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટે છે અને હાડકા પણ મજબૂત બને છે. જોદરરોજ સવારે ખાલી પેટે પાંચ ખજૂર ખાવામાં આવે તો તે હેલ્ધી ગણાય છે. જે વ્યક્તિને ડાયાબિટીસ હોય તેણે ડોક્ટરની સલાહ મુજબ ખજૂર ખાવી જોઈએ. શિયાળામાં નોર્મલ વ્યક્તિ ત્રણ થી પાંચ ખજૂરનું સેવન કરી શકે છે. ખજૂર ખાવાથી મહિલાઓને તો અનેક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.
ખજૂર ખાવાના ફાયદા
સ્ટેમિના
દરેક વ્યક્તિ આમ તો ખજૂરના ગુણો વિશે જાણે જ છે, તેમાં નેચરલ શુગર મળી આવે છે જે ગળ્યાના ક્રેવિંગને દૂર કરવામાં મદદ કરે છે. આ સાથે ખજૂરમાં રહેલા પોષક તત્વો સ્ટેમિના વધારે છે. શિયાળાની ઋતુમાં ખજૂર ખાવાથી શરીરને ભરપૂર એનર્જી મળે છે.
આયરન
ઘણી વ્યક્તિઓને એનિમિયા હોય છે, તો ક્યારેક વ્યક્તિનું હિમોગ્લોબિન લેવલ પણ ઓછુ હોય છે. ખજૂરમાં ભરપૂર માત્રામાં આયર્ન જોવા મળે છે. ખજુરનું રોજિંદુ સેવન મહિલાઓમાં રહેલી આયર્નની ઉણપને દૂર કરવામાં મદદ કરે છે. આ સાથે ખજૂરમાં એન્ટી-ઓક્સીડન્ટ હોય છે જે શરીરમાં બ્લડના ઉત્પાદનમાં મદદ કરે છે.
હાર્ટ હેલ્થ
ખજૂરમાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ અને પોટેશિયમ મળી આવે છે, તે બ્લડ પ્રેશર કંટ્રોલ કરવાની સાથે સાથે હાર્ટ ટિશ્યુઝને પણ સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. ખજૂર શરીરમાં હાજર ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં પણ અસરકારક ભૂમિકા ભજવે છે.
હાડકાં મજબૂત બનાવે છે
કેલ્શિયમથી ભરપૂર ખજૂર હાડકાંને મજબૂત બનાવે છે. તેમાં રહેલું ફોસ્ફરસ અને અન્ય પોષક તત્વો બોન્સને હેલ્ધી બનાવવામાં મદદ કરે છે. તેમાં ઓસ્ટિયોપોરોસિસને રોકવાની ક્ષમતા પણ હોય છે. ખજૂર ગર્ભમાં રહેલા બાળકના હાડકાના વિકાસમાં પણ મદદ કરે છે.
પેટ માટે બેસ્ટ
ખજૂરમાં ફાઈબર પણ મોટી માત્રામાં મળી આવે મળે છે. તેને નિયમિતપણે ખાવાથી આંતરડાના સ્વાસ્થ્યને સુધારી શકાય છે. ખજૂર ખાવાથી કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે. ખજૂરનો ગ્લાઈસેમિક ઇન્ડેક્સ પણ ઓછો હોય છે, જેના કારણે બ્લડ સુગર લેવલ વધતું નથી.
આ પણ વાંચોઃ ભારત રત્ન સન્માનનો આજે સ્થાપના દિવસ, જાણો તેની સાથે જોડાયેલી રોચક બાબતો