ટ્રેન્ડિંગયુટિલીટીલાઈફસ્ટાઈલહેલ્થ

તુલસીના પાનના સેવનથી ડાયાબિટીસથી લઈને સ્ટ્રેસ થશે ગાયબ

  • તુલસીના પાનના સેવનથી માથાનો દુખાવો પણ મટી શકે છે. તુલસીના પાનમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી સેપ્ટિક અને એન્ટીઓક્સિડન્ટ ગુણો મળી આવે છે, જે એસિડિટી, શરદી-તાવ અને પાચન જેવી સમસ્યાઓને દૂર રાખવામાં મદદ કરે છે

હિંદુ પરિવારમાં ઘર આંગણે તુલસીનો છોડ રાખવો ખૂબ જ મહત્ત્વનું માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર તુલસીનો છોડ ઘર પર રાખવાથી ઘરની નકારાત્મકતા દુર થાય છે. તુલસીનું ફક્ત ધાર્મિક મહત્ત્વ નથી, પરંતુ આયુર્વેદમાં પણ તુલસીને વરદાન માનવામાં આવે છે. તુલસીના પાનમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી સેપ્ટિક અને એન્ટીઓક્સિડન્ટ ગુણો મળી આવે છે, જે એસિડિટી, શરદી-તાવ અને પાચન જેવી સમસ્યાઓને દુર રાખવામાં મદદ કરે છે. ગળામાં ખિચખિચ જેવું લાગી રહ્યું હોય કે પછી સ્ટ્રેસ લેવલ ઘટાડવાની વાત હોય. લોકો તુલસીના પાનની ચા પીવાની સલાહ આપતા હોય છે. જાણો તુલસી પાનના ઉપયોગથી વ્યક્તિને કયા ફાયદા થાય છે.

શરદી-તાવથી રક્ષણ

હવામાનમાં બદલાવની અસર વ્યક્તિની ઈમ્યુનિટી પર પડે છે. મોટાભાગના લોકો આ સીઝનમાં શરદી અને તાવની ઝપટમાં આવી જાય છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે રોજ સવારે તુલસીના પાન ચાવવા જોઈએ. તુલસીના પાનમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ ગુણ બેક્ટેરિયા અને વાઈરસને નષ્ટ કરીને ઈમ્યૂનિટીને બૂસ્ટ કરવામાં મદદ કરે છે. તેનાથી શરદી-ખાંસીમાં રાહત મળે છે.

તુલસીના પાનના સેવનથી ડાયાબિટીસથી લઈને સ્ટ્રેસ થશે ગાયબ hum dekhenge news

પાચનમાં સુધારો

જે લોકોને પાચન સાથે જોડાયેલી સમસ્યા છે તેમણે તુલસીના પાનનું સેવન કરવું જોઈએ. તુલસીના પાન ચાવવાથી એસિડિટી, ગેસ, કબજિયાત અને પેટની બળતરામાં આરામ મળે છે. એટલું જ નહિ બોડીના પીએચ લેવલને મેઈન્ટેન કરવામાં પણ તુલસી મદદગાર સાબિત થાય છે. તુલસીના પાનનુ સેવન ગરમીમાં ઓછું કરજો.

માથાના દુખાવામાં આરામ

તુલસીના પાનના સેવનથી માથાનો દુખાવો પણ મટી શકે છે. જો તમે માથાના દુખાવાથી પરેશાન રહેતા હો તો તુલસીના પાન સાથે આદુનો રસ મિક્સ કરીને સેવન કરો. તેનાથી માથાના દુખાવાથી થોડીક જ વારમાં આરામ મળશે.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

સ્ટ્રેસથી છુટકારો

તુલસીના પાનના સેવનથી તણાવ ઘટે છે. તુલસીના પાંદડામાં રહેલુ એડેપ્ટોજેન સ્ટ્રેસ લેવલ ઘટાડવામાં મદદ કરે છે. તુલસીના પાન નર્વસ સિસ્ટમને રિલેક્સ કરીને તણાવ અને ચિંતાને દૂર કરે છે.

ડાયાબિટીસને રાખશે કન્ટ્રોલમાં

ડાયાબિટીસના દર્દીઓ બ્લડ શુગર લેવલને કન્ટ્રોલમાં રાખવા માટે રોજ સવારે તુલસીના પાન ચાવી શકે છે. તુલસીના પાન, શરીરમાં ઈંસુલિન હોર્મોનના ઉત્પાદનને વધારીને ડાયાબિટીસના દર્દીઓને ફાયદો પહોંચાડે છે.

આ પણ વાંચોઃ ચીને કર્યો લાઈટનિંગ સ્પીડનું ઈન્ટરનેટ લૉન્ચ કરવાનો દાવો

Back to top button