શિયાળામાં ગોળ સાથે કરજો આ વસ્તુનું સેવનઃ રહેશો ફિટ એન્ડ ફાઈન

- ઠંડીની સીઝનમાં ન્યુમોનિયાથી લઈને અસ્થમાની તકલીફો વધી જાય છે. તેનાથી બચવા માટે તમારા ડાયટમાં ગરમ વસ્તુઓને સામેલ કરવી જોઈએ. તેમાંથી એક ગોળ પણ છે
ઠંડી શરૂ થતા જ આપણા ખોરાક પાણી બદલાવા લાગે છે, એક્ટિવિટી ઓછી થવા લાગે છે અને શરીરમાં આળસ જેવું ફીલ થાય છે. આ હવામાન બાળકોથી લઈને વડીલો માટે મુશ્કેલ હોય છે. ન્યુમોનિયાથી લઈને અસ્થમાની તકલીફો વધી જાય છે. તેનાથી બચવા માટે તમારા ડાયટમાં ગરમ વસ્તુઓને સામેલ કરવી જોઈએ. તેમાંથી એક ગોળ પણ છે. ઠંડીની સીઝનમાં તમારી સુરક્ષા કરવાની સાથે સાથે તે ઈમ્યુન સિસ્ટમને પણ મજબૂત બનાવે છે. તો જાણો ગોળમાં કઈ વસ્તુઓ મિક્સ કરીને ખાવાથી શરીર અંદરથી ગરમ રહે છે.
તુલસીના પાન
હિંદુ ધર્મમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. આ છોડને દેવી સ્વરૂપ માનવામાં આવે છે. આ કારણે મોટાભાગના ઘરમાં તુલસીનો છોડ હોય છે. તે આધ્યાત્મિક રીતે મહત્ત્વનો છે અને તેના ઔષધીય ગુણો પણ છે. તુલસીના પાનના સેવનથી શરદી, ખાંસી અને તાવની સમસ્યા દુર થાય છે. તુલસીની ચા, ગોળ સાથે તુલસીના પાન અને તજનો ઉકાળો પીવાથી ઈમ્યુનિટી સ્ટ્રોંગ બને છે. તેનાથી બીમારીઓ દુર થાય છે.

ગોળ અને ઘી
ગોળ સાથે ઘી ખાવુ હેલ્થ માટે ફાયદાકારક છે. તે જમવાનો સ્વાદ વધારવાની સાથે શરીરને તાકાત પણ આપે છે. તેનું સેવન ઠંડીમાં કરવામાં આવે છે. તેનાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે. તે પાચનને પણ સારુ રાખે છે.
મધ
ઠંડીમાં શરીરને અંદરથી ગરમ રાખવા માટે ગોળમાં મધ ભેળવીને ખાવામાં આવે છે. તેનાથી ખૂબ ફાયદો થાય છે. તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ અનેક બીમારીઓને દૂર રાખે છે. તે ઈમ્યુનિટી બુસ્ટ કરવાની સાથે અનેક બીમારીઓથી બચાવે છે.

આદુ
આદુની તાસીર ગરમ હોય છે. તેથી ઠંડીમાં શરદી-ખાંસીથી બચવા માટે આદુ ખાવાની સલાહ આપવામાં આવે છે. જો તમે આ બીમારીઓથી પરેશાન હો તો આદુ અને ગોળને મિક્સ કરીને તેનું સેવન કરો. આમ કરવાથી ગળુ સાફ થાય છે અને બીમારીઓનો ખતરો પણ ઘટે છે.
હળદર
સામાન્ય રીતે રસોડામાં ઉપયોગમાં લેવાતા આ ખાસ માસાલામાં ભરપુર ગુણો છે. કોઈ ઘા પડ્યો હોય તો તેને ઝડપથી ઠીક કરવા માટે હળદરનો ઉપયોગ થાય છે. ઠંડી લાગે તો હળદર અને ગોળનું સેવન કરવાની સલાહ અપાય છે. ઠંડીમાં ગોળ અને હળદર ખાવાથી ખાંસી અને સોજાની સમસ્યા ઠીક થાય છે. છાતીમાં જામેલો કફ બહાર નીકળે છે.

આંબળા
વિટામીન સીથી ભરપુર આંબળા સ્કિન માટે ફાયદાકારક છે. સાથે શરીરને હેલ્ધી બનાવવામાં પણ મદદ કરે છે. તે ઇમ્યુનિટીને મજબુત કરે છે. એક સાથે આંબળા અને ગોળનું સેવન કરવામાં આવે તો ઈન્ફેક્શન દુર થાય છે અને ઠંડી ઓછી લાગે છે.
આ પણ વાંચોઃ રોજ માત્ર 30 મિનિટ કરો જોગિંગ, મગજ અને હ્રદય બંને રહેશે સુરક્ષિત











