લાઈફસ્ટાઈલહેલ્થ

શિયાળામાં કરો આ બે વસ્તુનું સેવન અને મેળવો અનેક ફાયદા

Text To Speech

શિયાળાની શરૂઆત થઇ ગઈ છે. તેમજ આગામી દિવસોમાં ઠંડી પણ વધી શકે છે. માટે શિયાળામા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું આવશ્યક બને છે. તે માટે સામાન્ય રીતે લોકો ઠંડીથી શરીરને બચાવવા માટે સ્વેટર, જેકેટ જેવા ગરમ કપડાનો ઉપયોગ કરે છે. પરંતુ આ તો બાહ્ય રીતે શરીરની દેખરેખ થઈ. પરંતુ જો શરીર અંદરથી જ નબળું હોય એટલે કે રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો નાની-મોટી બીમારી શરીરને ઘેરી લે છે. તેથી જ શિયાળામાં એવી વસ્તુઓનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે જે શરીરને અંદરથી ગરમ અને નિરોગી રાખે છે. આ વસ્તુઓમાં સૌથી વધારે પહેલા ગોળ આવે છે અને બીજુ છે દૂધ.

દૂધ અને ગોળનું સેવન

દૂધમાં વધારે પ્રમાણમાં વિટામિન એ, બી અને ડી હોય છે. તેમજ કેલ્શિયમ, પ્રોટીન અને લૈક્ટિક એસિડનો પણ સારો સ્ત્રોત છે દૂધ. ગોળમાં સુક્રોઝ, ગ્લૂકોઝ, ખનિજ તરલ અને પાણીનું પ્રમાણ હોય છે. તે સાથે જ તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, ફોસ્ફરસ, લોહ તત્વ હોય છે.

બ્લડ પ્યોરીફાયર

લોહીમાં રહેલી અશુદ્ધીઓને દૂર કરવામાં ગોળ ખુબ જ ફાયદાકારક છે, ગોળમાં એવા તત્વો હોય છે જે આપણા શરીરમાંથી અશુદ્ધીઓને દૂર કરે છે. જેના કારણે તે રોગ સામે રક્ષણ આપે છે.

શિયાળામાં કરો આ બે વસ્તુનું સેવન અને મેળવો અનેક ફાયદા - humdekhengenews

વજન કાબૂમાં રહે છે

જો તમે દૂધની સાથે ખાંડનુ સેવન કરો છો, તો તેના બદલે ગોળનો ઉપયોગ કરવો જોઈએ. આ કરવાથી તમારું વજન નિયંત્રણમાં રહે છે. જેના કારણે તમે સ્થૂળતાનો શિકાર થતા બચી શકો છો.

શિયાળામાં કરો આ બે વસ્તુનું સેવન અને મેળવો અનેક ફાયદા - humdekhengenews

પેટની સમસ્યા દૂર કરે

ગરમ દૂધ અને ગોળનું સેવન કરવાથી પેટ સંબંધિત દરેક સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. ખોરાકની પચાવવામાં પણ આનું ગરમ દૂધ અને ગોળનું સેવન ખુબ જ ફાયદાકારક છે.

સાંધાનો દુખાવો દૂર કરે

આદૂ અને ગોળનો એક નાનો ટુકડો રોજ મિક્ષ કરી ખાવામાં આવે તો તેનાથી સાંધા મજબૂત થાય છે અને તમારી સુંદરતામાં પણ વધારો થાય.

શિયાળામાં કરો આ બે વસ્તુનું સેવન અને મેળવો અનેક ફાયદા - humdekhengenews

માસિક સમયનો દુખાવો

કોઈપણ પ્રકારનો દુખાવો ગરમ દૂધ પીવાથી દૂર થાય છે. આ દુખાવામાં મહિલાઓને માસિક સમયે થતા દુખાવાનો પણ સમાવેશ થાય છે. પીરિયડ શરૂ થવાના 1 અઠવાડિયા પહેલા દરરોજ 1 ચમચી ગોળનું સેવન દૂધ સાથે કરવું જોઈએ જેથી દુખાવો દૂર થશે.

Back to top button