થાઈરોઈડ કન્ટ્રોલ કરવા માટે કરો આ વસ્તુઓનું સેવન, ચોક્કસ થશે ફાયદો
- જો તમે પણ થાઈરોઈડની સમસ્યાથી પરેશાન હો તો કેટલીક વસ્તુઓને તમારા ડાયટમાં સામેલ કરો. તમને 100 ટકા ફાયદો થશે.
જ્યારે શરીરમાં હોર્મોન અને વજન વધવાની સમસ્યા થાય છે, ત્યારે ક્યાંકને ક્યાંક થાઈરોઈડની સમસ્યા થાય છે. આજકાલ લોકોની લાઈફસ્ટાઈલમાં સતત બદલાવ આવી રહ્યો છે. જેના કારણે થાઈરોઈડના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. મહિલાઓની ઉંમર વધે ત્યારે થાઈરોઈડ વધવા કે ઘટવાની સમસ્યા પરેશાન કરવા લાગે છે, પરંતુ શું તમને ખ્યાલ છે કે થાઈરોઈડ બે પ્રકારના હોય છે. એક હાઈપોથાઈરાયડિઝમ અને બીજો હાઈપોથાઈરોઈડ. જો તમે પણ થાઈરોઈડના દર્દી છો અને રોજ દવા લેવા ઈચ્છતા નથી તો ખાવામાં આ વસ્તુઓનું સેવન જરુર કરો. તેનાથી તમે થાઈરોઈડની સમસ્યામાંથી છુટકારો મેળવી શકશો. જાણો થાઈરોઈડના લક્ષણો શું છે અને તેને કેવી રીતે કન્ટ્રોલ કરશો.
આંબળાનું સેવન કરો
ઠંડીની સીઝનમાં આંબળા ખુબ મળે છે. ભરપુર માત્રામાં આંબળાનું સેવન કરી લો, આંબળાનું સેવન કરવાથી થાઈરોઈડ ઘટાડી શકાય છે. આંબળામાં વિટામીન સી ભરપૂર હોય છે. તે ઈમ્યુનિટીને બુસ્ટ કરવામાં મદદ કરે છે. આંબળાનું સેવન કરવાથી થાઈરોઈડની સમસ્યા કન્ટ્રોલ કરી શકાય છે. આંબળા આરોગ્ય માટે રામબાણ છે.
મુલેઠી ખાવ
જો તમે થાઈરોઈડના દર્દી હો અને રોજ દવા લેવા ઈચ્છતા નથી તો મુલેઠીનું સેવન કરો. તે થાઈરોઈડને કન્ટ્રોલ કરવામાં મદદ કરશે. મુલેઠી ખાવાથી શરીરની કમજોરી દુર થશે. તેમાં અનેક પોષક તત્વો મળી આવે છે. જે થાઈરોઈડને ઘટાડવામાં મદદ કરે છે.
કાચુ નારિયેળ ખાવ
કાચુ નારિયેળ ખાવાથી થાઈરોઈડને કન્ટ્રોલ કરવામાં મદદ મળે છે. જો સવારના સમયે કાચુ નારિયેળ ખાવામાં આવે તો મેટાબોલિઝમ મજબૂત થાય છે. તેનું સેવન કરવાથી થાઈરોઈડને ઘટાડી શકાય છે.
ડેરી પ્રોડક્ટ્સનું સેવન કરો
જો તમને થાઈરોઈડ હોય તો તમારા ડાયટ લિસ્ટમાં ડેરી પ્રોડક્ટ્સ જરૂર સામેલ કરો. આ માટે તમારે દુધ, દહીં, પનીર અને અન્ય ડેરી પ્રોડક્ટ્સ ખાવા પડશે. તેના કારણે શરીરને વિટામિન્સ, મિનરલ્સ અને કેલ્શિયમ મળે છે. તે તમારા શરીરને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે.
સોયાબીન ખાવ
સોયાબીન ખાવાથી થાઈરોઈડની સમસ્યા ઘટાડી શકાય છે. તેથી પોતાના ડાયટમાં સોયાબીન અને સોયા મિલ્ક જેવી વસ્તુઓને સામેલ કરવી જોઈએ. તેનાથી હોર્મોન્સ કન્ટ્રોલ કરી શકાય છે. જો તમે ડેઈલી રુટિનમાં સોયાબીન ખાશો તો શરીરમાંથી આયોડિનની કમી દુર થઈ શકે છે. તેનાથી થાઈરોઈડ પણ ઘટે છે.
આ પણ વાંચોઃ હાર્ટ એટેક પહેલા આંખોમાં દેખાવા લાગે છે આ લક્ષણો