

રાજ્યમાં નવા 21 હજાર વર્ગખંડો બાંધવા માટે કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. શાળામાં અભ્યાસ કરતા બાળકોને યોગ્ય ગુણવત્તાલક્ષી માળખાકીય સવલતો પૂરી પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. માર્ચ 2020થી સપ્ટેમ્બર 2021 સુધીના કોરોના કાળ દરમ્યાન કોઇ જ બાંધકામ પ્રવૃતિ ન થવાના કારણે રાજયમાં વર્ગખંડોની ઘટ વધી હતી.

30 એપ્રિલ 2022 સુધીમાં રાજયમાં લગભગ 21 હજાર વર્ગખંડોની ઘટ ઉભી થઇ હતી. આ ઘટ દૂર કરવા માટે 21 હજાર નવા વર્ગખંડો બાંધવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે અત્યાર સુધીમાં અંદાજે 10 હજાર નવા વર્ગખંડો બાંધવા તેમજ 21 હજાર વર્ગખંડો રીપેર કરવા માટે વર્ક ઓર્ડર ઇશ્યુ કરવામાં આવ્યો છે અને બાંધકામની કામગીરી પણ હાલ ચાલુ કરી દેવામાં આવી છે. એટલું જ નહિ, વર્ષ 2022 દરમ્યાન નવા 1968 વર્ગખંડોનું બાંધકામ તેમજ 3990 વર્ગખંડોનું રીપેરીંગ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.