લાઈફસ્ટાઈલહેલ્થ

દરેક રોગનું મૂળ કારણ કબજિયાત, અપનાવો આ દેશી ઇલાજ

Text To Speech

 

કબજિયાત એ બધા જ રોગોનુ્ં મૂળ છે. જેનાથી નાનામાં નાની સમસ્યાથી લઇને અનેક મોટા રોગો થવાની સંભાવના રહેતી હોય છે. એક સ્વસ્થ શરીર માટે પેટ એટલે કે ઉદરનું સ્વસ્થ રહેવુ જરૂરી છે. જે પ્રાચિન ચિકિત્સાથી લઇને મોર્ડ઼ન સાયન્સ પણ માને છે. શરીરના મોટા તમામ રોગો પાછળ જવાબદાર કબજિયાતની સમસ્યા હોય છે. તેમજ આ ફાસ્ટ એન્ડ ફ્યુરીયસવ લાઇફ સ્ટાઇલમાં આપડી બદલાતી રહેણી કરણી અને ખાન-પાનના કારણે આજે 10 માંથી 7 લોકોને ગેસ, એસીડીટી, અપચો જેવી પેટની અનેક સમસ્યા હોય છે.

ત્યારે કેટલાક રામબાણ ઇલાજ જે જૂનામાં જૂની કબજિયાતને જડમૂળમાંથી દૂર કરી દેશે.

ત્રિફળા:
ક્યારેક મેંદા કે વધુ પડતુ કોરુ ખાવાનુ ખાવાથી મળ આસાનીથી નીકળી શકતો નથી. આથી રાઇસ કે ચપાતી સાથે ફાઇબર યુક્ત સબ્જી અને દાળ લેવી. પણ તે બાદ પણ કોઇને કબજિયાતની સમસ્યા રહે તો ત્રિફળાને ગરમ દૂધ અથવા તો ગરમ પાણીમાં ઓગાળીને રાત્રિના સમયે પી જવુ. જેનાથી મળ ખુલીને આવે છે.

હરડે:
હરડે એક ઉત્તમ ખોરાક પાચનનો મુખવાસ કહેવાય છે. તેમજ હરડેની સાથે સૂ઼ઠ, અને સંચરને ભેળવીને ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.

અજમો:
અજમો સ્વાદમાં તીખો અને તુરો લાગે છે પણ આ એક ઔષધી છે. જમ્યા પછી એક ચમચી કાચી વરયાળી સાથે બે ચપટી અજમો લઇ ચાવવાથી અઠવાડીયામાં જ ફરક લાગવા લાગે છે

Back to top button