રાજ્યમાં એક તરફ ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની આગાહી કરવામાં આવી છે. આ વચ્ચે રાજ્યના 9 શહેરમાં ગરમીનો પારો 37 ડિગ્રીને પાર થયો હતો. જેમાં 38.6 ડિગ્રી સાથે સુરતમાં સૌથી વધારે ગરમી નોંધાઇ હતી. જેના કારણે વરસાદની સ્થિતિ પર હવામાન વિભાગે નજર બનાવી રાખી છે. આગામી ત્રણ દિવસમાં અમદાવાદ સહિત ઘણાં વિસ્તારોમાં મહત્તમ તાપમાનનો પારો 39 ડિગ્રી સુધી જવાની સંભાવના છે.
શું છે હવામાન વિભાગની આગાહી ?
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજસ્થાનમાં સર્જાઇ રહેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતના અનેક સ્થળોએ શનિવારથી 3 દિવસ વાતાવરણમાં પલટો આવી શકે છે. શનિવારે દાહોદ-વડોદરા-છોટા ઉદેપુર-ગીર સોમનાથ-કચ્છ, રવિવારે આણંદ-વડોદરા-થોટા ઉદેપુર-અમરેલી-ભાવનગર-કચ્છ. આ તરફ સોમવારે સુરત-વલસાડ-નવસારી-દમણ-ગીર સોમનાથ-અમરેલી-ભાવનગરમાં હળવો વરસાદ પડી શકે છે.
આ પણ વાંચો : હાટકેશ્વર બ્રિજ ભ્રષ્ટાચારમાં કોન્ટ્રાકટર – AMC ની મિલીભગત, બેન્ક ગેરંટી વગર જ વર્ક ઓર્ડર અપાયો !
આ તરફ હવામાન વિભાગ દ્વારા આગામી 4 અને 5 માર્ચે કચ્છમાં માવઠાનું અનુમાન કરવામાં આવ્યું છે. જેમાં કચ્છ, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી સહિતના વિસ્તારોમાં 3 માર્ચથી જ વાદળ છાયું વાતાવરણ રહેવાની શક્યતા રહેલી છે. હવામાન વિભાગે જુનાગઢ, દક્ષિણમાં દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની શક્યતા રહેલી છે.
આ પણ વાંચો : ભર ઉનાળે માવઠાની આગાહી ! જાણો ક્યાં અને ક્યારે પડશે કમોસમી વરસાદ
ખેડૂતો માટે ચિંતાકારક વરસાદ
હાલની સ્થિતિને જોતાં ખેડૂતો માટે પણ ભારે ઉપાધી ઉભી કરી શકે છે. નિષ્ણાતોને મતે માવઠું પડશે તો ઉનાળા માટે તૈયાર કેરી અને બારેમાસ ભરવાના ઘઉંના પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે. હાલ આંબા ઉપર કેરીના મોર પણ આવી ગયા છે. આ સ્થિતિમાં માવઠું પડશે તો કેરીના પાકને ભારે નુકસાન થઇ શકે છે. તેમજ તેના પાકને નુકસાન પણ થશે.