ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નાગપુરમાં ફાટી નીકળેલી હિંસા કાવતરું : એકનાથ શિંદેનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

Text To Speech

મુંબઈ, 18 માર્ચ : મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ સોમવારે નાગપુરમાં ફાટી નીકળેલી હિંસાને કાવતરું ગણાવ્યું છે. તેમણે કહ્યું કે આ હિંસા એક પ્લાનિંગ મુજબ કરવામાં આવી છે. ડેપ્યુટી સીએમએ કહ્યું કે જે લોકો આ હિંસામાં સામેલ છે તેમને બક્ષવામાં આવશે નહીં અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

એકનાથ શિંદેએ આજતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે સોમવારે બપોરે ઔરંગઝેબ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પરંતુ રાત્રે પોલીસકર્મીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. હથિયારો વડે હુમલો થયો હતો.  જેમાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. જનતાની સુરક્ષા માટે તૈનાત પોલીસકર્મીઓ પર આ પ્રકારનો હુમલો દુર્ભાગ્યપૂર્ણ છે. આ હિંસા એક આયોજનના ભાગરૂપે કરવામાં આવી છે.

વિપક્ષના આરોપોનો જવાબ આપતા શિંદેએ કહ્યું કે વિપક્ષ ઔરંગઝેબના વખાણ કેવી રીતે કરી શકે? ઔરંગઝેબે મહારાષ્ટ્ર પર હુમલો કર્યો હતો. ખૂબ ત્રાસ ગુજાર્યો હતો. તેની પ્રશંસા કેવી રીતે થઈ શકે?  ઔરંગઝેબને ટેકો આપનારા દેશદ્રોહી છે. મહત્વનું છે કે, ઔરંગઝેબની કબરને લઈને વિવાદ વચ્ચે સોમવારે સાંજે મહારાષ્ટ્રના નાગપુરના મહેલ વિસ્તારમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.

આ દરમિયાન બદમાશોએ અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી. પથ્થરમારો અને જાહેર સંપત્તિને નુકસાન કર્યું હતું જેના કારણે સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો હતો.  પથ્થરમારાના કારણે ઘણા પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે, વહીવટીતંત્રે કહ્યું કે કોઈ અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ. નાગપુરના પોલીસ કમિશનર ડૉ.રવીન્દ્ર સિંઘલે એક નિવેદન જારી કરીને કહ્યું કે હાલમાં પરિસ્થિતિ શાંતિપૂર્ણ છે અને પોલીસ શંકાસ્પદોની ઓળખ કરી રહી છે અને તેમની ધરપકડ કરી રહી છે.

બીજી તરફ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શાંતિ જાળવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે નાગરિકોએ આ સ્થિતિમાં વહીવટીતંત્રને સંપૂર્ણ સહકાર આપવો જોઈએ.  મુખ્યમંત્રીએ કહ્યું કે અમે પોલીસ પ્રશાસનના સતત સંપર્કમાં છીએ અને નાગરિકોએ તેમને સહકાર આપવો જોઈએ.  દેવેન્દ્ર ફડણવીસે કોઈપણ અફવા પર વિશ્વાસ ન કરવા અને વહીવટીતંત્રને સંપૂર્ણ સહકાર આપવાની અપીલ કરી છે.

આ પણ વાંચો :- Video : પંજાબમાં સેનાના અધિકારી અને તેના પુત્ર ઉપર હુમલો, 12 પોલીસકર્મી સસ્પેન્ડ

Back to top button