ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દેશમાં આતંક ફેલાવવાના કાવતરાનો પર્દાફાશઃ 14 આતંકી ઝડપાયા

Text To Speech

નવી દિલ્હી, 22 ઓગસ્ટ, 2024: દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા ઝારખંડ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાંથી કુલ 14 આતંકવાદીઓને ઝડપી (Terrorists nabbed) લઈને દેશમાં મોટાપાયે આતંકી હુમલા કરવાના કાવતરાનો પર્દાફાશ કર્યો છે. આ સાથે આતંકીઓ પાસેથી ખૂબ મોટી માત્રામાં શસ્ત્રો પણ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસે રાજસ્થાનના ભિવાડીમાંથી છ આતંકી પકડી પાડ્યા છે. તે ઉપરાંત ઝારખંડ અને ઉત્તરપ્રદેશમાંથી બીજા આઠ ત્રાસવાદી ઝડપાયા છે. ઝડપાયેલા ત્રાસવાદીઓ પાસેથી શસ્ત્રો ઉપરાંત આતંકવાદનો પ્રચાર-પ્રસાર કરતું સાહિત્ય પણ જપ્ત લેવામાં આવ્યું છે. આતંકવાદી સંગઠન અલ કાયદા વિરુદ્ધ દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવેલી આ મોટી કાર્યવાહી છે. રાંચી, કટક અને અલીગઢમાં દરોડા પાડીને આતંકીઓને પકડી પાડવામાં આવ્યા છે જેઓ જાહેર સ્થળોએ મોટા હુમલાનું કાવતરું ઘડી રહ્યા હતા. આ આતંકી જૂથનો નેતા રાંચીનો ડૉ. ઇશ્તિયાક છે જેણે ભારતમાં ખિલાફતની જાહેરાત કરી હતી.

પોલીસે માહિતી આપી કે, અલકાયદા મોડ્યુલના 14 આતંકીને ઝડપી લેવામાં આવ્યા છે. હજુ પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે અને શક્ય છે વધુ આતંકીઓ પકડાશે. અત્યાર સુધીમાં કુલ 17 સ્થળે દરોડા પાડવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે.

પોલીસે માહિતી આપી કે, ઝડપાયેલા આતંકીઓ પાસેથી ત્રાસવાદી પ્રચાર-પ્રસાર માટેના સાહિત્ય ઉપરાંત એકે-47 રાઈફલ, .38 બોરની રિવોલ્પર, કારતૂસો, .32 બોરની રિવોલ્વર અને કારતૂસો, એકે-47ની 30 કારતૂસ, એર રાઈફલ, ડમી ઈંસાસ, આયરન એલ્પો પાઈપ, હેન્ડ ગ્રેનેડ, રિમોટ કંટ્રોલની સામગ્રી, 1.5 વૉલ્ટની બેટરી, ટેબલ ઘડિયાળ, કેમ્પિંગ ટેન્ટ તથા થોડી ખાણી-પીણીની સામગ્રી વગેરે જપ્ત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ સુધા મૂર્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલઃ રક્ષાબંધન અંગે ખોટી માહિતી ફેલાવવાનો એડવોકેટે મૂક્યો આરોપ

આ સમાચાર સતત અપડેટ કરવામાં આવી રહ્યા છે…

Back to top button