સુરતના રેલવે સ્ટેશન પાસે ટ્રેન ઉથલાવવાનું કાવતરું નિષ્ફળ, અજાણ્યા શખ્સોએ કર્યું કાવતરૂ
- ટ્રેનો અટકાવી દીધી હતી તેને ફરીથી પૂર્વવત કરાઈ છે
- સમગ્ર ઘટનામાં રેલવે પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથધરી
- ફીશ પ્લેટ ખોલી નાખીને ટ્રેક પર મૂકી દેવામાં આવી હતી
સુરતના રેલવે સ્ટેશન પાસે ટ્રેન ઉથલાવવાનું કાવતરું નિષ્ફળ થયુ છે. જેમાં અજાણ્યા શખ્સોએ કાવતરૂ રચ્યું હતુ. જેમાં ફીશ પ્લેટ ખોલી નાખીને ટ્રેક પર મૂકી દેવામાં આવી હતી. ત્યારે રેલવે સુપ્રિટેન્ડેન્ટ દ્વારા હાલ ટ્રેન વ્યવહાર રોકવામાં આવ્યો હતો અને થોડાક કલાકોમાં તેને ફરીથી પૂર્વવત કરવામાં આવ્યો હતો. જેમાં મોટી જાનહાની થતા બચી ગઇ છે.
આ પણ વાંચો: અમદાવાદનું આ રેલવે સ્ટેશન 2026 સુધીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનશે
સમગ્ર ઘટનામાં રેલવે પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથધરી
અજાણ્યા શખ્સો દ્રારા રેલવે ટ્રેકની ફિશ પ્લેટ કાઢીને પાટા પર આડી મૂકી દીધી હતી. રાત્રીના સમયે કોઈ દેખે નહી એ રીતે આ કારસ્તાન કરવામાં આવ્યું હતુ.પરંતુ રેલવે કર્મચારીની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના થતા રહી ગઇ છે. જેમાં ટ્રેકની કાઢેલી પ્લેટ જ ટ્રેક પર મૂકી દેવામાં આવી હતી. બોલ્ટ કાઢવામાં આવ્યા છે અને પછી પ્લેટને કાઢી નાખવામાં આવી છે. ત્યારે સમગ્ર ઘટનામાં રેલવે પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથધરી રહી છે. જેમાં આરોપીઓએ આવું કારસ્તાન કેમ કર્યુ છે તેને લઈને ગંભીર તપાસ કરવામાં આવી રહી છે.
ટ્રેનો અટકાવી દીધી હતી તેને ફરીથી પૂર્વવત કરાઈ છે
રેલવેના કર્મચારીઓ દ્રારા તાત્કાલિકમાં આ ટ્રેક ઉપર રેલ વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો હતો અને સમારકામ કરવામાં આવ્યું હતુ.જે ટ્રેનો અટકાવી દીધી હતી તેને ફરીથી પૂર્વવત કરાઈ હતી.જે લાઈન પર આ કારસ્તાન કરવામાં આવ્યું છે તે લાઈન યુપી લાઈન છે એટલે કે યુપી તરફ જતી ટ્રેનો આ ટ્રેક પરથી જતી હતી.ત્યારે અગામી સમયમાં રેલવે વિભાગ કેટલા સમયમાં આરોપીઓને ઝડપી પાડશે તે જોવાનું રહ્યુ છે. તેમજ આ પ્રકારના કારસતાન જોખમી બની શકે છે.