ઉદયપુર-અમદાવાદ રેલવે ટ્રેકને ઉડાવી દેવાનું કાવતરું, જાણો ક્યા વિસ્ફોટકનો કરાયો હતો ઉપયોગ?
ઉદયપુર-અમદાવાદ રેલવે લાઇન પરના પુલ પર ગત 12 તારીખે મોડી રાત્રે કોઈ અજાણયા શખ્સોએ બ્લાસ્ટ કર્યો હતો. કોઈ અજાણ્યા વ્યક્તિઓએ પુલને ઉડાવી દેવાનું અને બ્લાસ્ટ કરીને રેલવે ટ્રેકને તોડી પાડવાનું કાવતરું ઘડ્યું હતું. જેના મામલે મોટા ખુલાસા સામે આવી રહ્યા છે. હાલ આ કેસની તપાસ NIAને સોંપવામાં આવી છે.
આ પણ વાંચો : ઉદયપુર-અમદાવાદ રેલવે ટ્રેક પર થયો મોટો વિસ્ફોટ
શું હતો સમગ્ર મામલો ?
ઉદયપુરથી 35 કિમી દૂર રેલવે ટ્રેક અને પુલને ડેટોનેટરથી ઉડાવી દેવાનો મામલો સામે આવ્યો છે. સ્થાનિક લોકોએ અહીં જોરદાર ધડાકાનો અવાજ સાંભળ્યો હતો. ઘટના સ્થળેથી દારૂગોળો પણ મળી આવ્યો છે. બ્લાસ્ટના કારણે પાટા પર તિરાડો પડી ગઈ છે. આ ઘટના બાદ અમદાવાદથી ઉદેપુર જતી ટ્રેનને ડુંગરપુર સ્ટેશન પર જ અટકાવી દેવામાં આવી હતી. થોડા દિવસો પહેલા જ રેલવે ટ્રેકનું કામ શરૂ થયું હતું. જેનું ઉદ્ઘાટન ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.
આ પણ વાંચો :-દેશના 30 કરોડ મકાનોમાંથી માત્ર 10 ટકા જ ભૂકંપનો સામનો કરવા સક્ષમ
સુપર પાવર 90 ડિટોનેટરનો કરાયો હતો ઉપયોગ
આ ઘટનાને અંજામ આપવા માટે સુપર પાવર 90 ડિટોનેટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉદયપુરના એસપી વિકાસ શર્માએ કહ્યું કે શરૂઆતમાં એવું લાગે છે કે સંપૂર્ણ પ્લાનિંગ બાદ બ્લાસ્ટ કરવામાં આવ્યો છે. ડિટોનેટર સુપર 90 શ્રેણીનું છે. બોમ્બ સ્કવોડ અને ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળે પહોંચીને પુરાવા એકત્ર કર્યા હતા.
6 વર્ષ બાદ ટ્રેક શરૂ થયો’તો
ઉદયપુર-અમદાવાદ ટ્રેનને પીએમ નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબર 2022ના રોજ અસારવા સ્ટેશનથી લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેક 6 વર્ષ બાદ શરુ થયો હતો. અગાઉ મીટરગેજ (નાની લાઇન) હતી, તેને દૂર કરીને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવામાં આવી છે.