ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

શોર્ટ સર્કિટથી ટ્રેનમાં બ્લાસ્ટ કરવાનું ષડયંત્ર! UPના હરદોઈમાં મોટી દુર્ઘટના

Text To Speech

ઉત્તર પ્રદેશ, 12 સપ્ટેમ્બર: યુપીના હરદોઈમાં કોલકાતાથી અમૃતસર જઈ રહેલી દુર્ગિયાના એક્સપ્રેસ ટ્રેન (12357) OHE વાયર સાથે અથડાયા બાદ જોરદાર વિસ્ફોટ થયો હતો. આ ટ્રેન બુધવારે સવારે 3.30 વાગ્યે લખનઉથી રવાના થઈ હતી. સવારે પાંચ વાગ્યે ઉમરતાલી સ્ટેશનથી પસાર થતાંની સાથે જ તે ટ્રેક પર લટકતા OHE વાયર સાથે અથડાઈ હતી. ટ્રેન અથડાયા બાદ લાઈનમાં વિસ્ફોટ સાથે ખામી સર્જાઈ હતી. હવે રેલવેએ આ મામલામાં ઉંડાં કાવતરાની આશંકા વ્યક્ત કરી છે.

ટ્રેન OHE વાયર સાથે અથડાઈ

હકીકતમાં, આ સમગ્ર ઘટના બુધવારે બની હતી. દુર્ગિયાના એક્સપ્રેસ ટ્રેક પર લટકતા OHE વાયર સાથે અથડાઈ હતી. પાયલટે ટ્રેન રોકીને ઉમરતાલી અને દલેલનગર સ્ટેશનને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ લખનઉથી આવતી તમામ ટ્રેનોને રોકી દેવામાં આવી હતી. લગભગ છ કલાક બાદ ડીઝલ એન્જિનથી દુર્ગિયાના એક્સપ્રેસ શરૂ કરવામાં આવી હતી. આ ઘટના બાદ રાજધાની અને વંદે ભારતને અલગ-અલગ રૂટ પર મોકલવામાં આવી હતી. આ સાથે લગભગ બે ડઝન ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા હતા. રેલવેએ બે ટ્રેનો રદ્દ કરી હતી.

ઊંડા ષડયંત્રની શંકા

હવે આ સમગ્ર મામલામાં રેલવે તરફથી કોઈ ઊંડું કાવતરું હોવાના સંકેત મળી રહ્યા છે. રેલવેને આશંકા છે કે, UPના હરદોઈમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ દ્વારા ટ્રેનમાં બ્લાસ્ટ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. દુર્ગિયાના એક્સપ્રેસ ટ્રેન જ્યાં અથડાઈ હતી તે ઈલેક્ટ્રિક પોલના કેબલમાં કોઈએ છેડછાડ કરી હતી. રેલવે આ મામલે તપાસ કરી રહી છે.

ટેક્નિકલ ખામી કરતાં વધુ છેડછાડના સંકેતો

અહેવાલોમાં રેલવે સૂત્રોને ટાંકીને જણાવ્યા મુજબ, બુધવારે કોલકાતાથી અમૃતસર જતી દુર્ગિયાના એક્સપ્રેસ ટ્રેન જે રીતે ઇલેક્ટ્રિક પોલના કેબલ સાથે અથડાઈ તે સામાન્ય રીતે બનતું નથી. તે ટેક્નિકલ ખામી કરતાં કોઈની છેડછાડ જેવું વધારે લાગે છે, કારણ કે થોડા સમય પહેલા અન્ય ટ્રેનો પણ ત્યાંથી પસાર થઈ હતી. ત્યારે સ્થિતિ સામાન્ય હતી. હાલમાં રેલવે આ મામલાની તમામ એંગલથી તપાસ કરી રહી છે.

આ પણ જૂઓ: બાઇક દ્વારા ટ્રેન ખેંચી રહ્યો હતો વ્યક્તિ! વીડિયો વાયરલ થતાં પોલીસે કરી ધરપકડ, જૂઓ વીડિયો

Back to top button