દાના વાવાઝોડાની અસરને ધ્યાનમાં રાખી ગુજરાતમાંથી પસાર થતી પશ્ચિમ રેલવેની આ ટ્રેન રદ
- વાવાઝોડુ દાના આજે બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાતમાં પરિવર્તિત થવાની શક્યતા
- વાવાઝોડાની ભીષણ અસરને જોતાં 197 ટ્રેન રદ કરવાનો નિર્ણય
- દરિયા કિનારા બે રાજ્યોની ચિંતા વધી રહી છે
દાના વાવાઝોડાની અસરને ધ્યાનમાં રાખી ગુજરાતમાંથી પસાર થતી પશ્ચિમ રેલવેની ટ્રેન રદ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવે વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે, ચક્રવાત દાનાને પગલે ગુજરાતથી પૂર્વીય તટ વિસ્તારમાં જતી ટ્રેનના મુસાફરોની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.
દરિયા કિનારા બે રાજ્યોની ચિંતા વધી રહી છે
ઉલ્લેખનીય છે કે પૂરી-ગાંધીધામ એક્સપ્રેસ (ટ્રેન નંબર- 22974) ટ્રેન 26 ઓક્ટોબર 2024ના રોજ રદ કરવાનો રેલવે વિભાગ નિર્ણય કર્યો છે. આ ટ્રેનના સમય અને સ્ટોપેજ સંબંધિત જરૂર જાણકારી રેલવેની ઓફિશ્યિલ વેબસાઇટ www.enquiry.indianrail.gov.in મળી રહેશે. દાના વાવાઝોડું જેમ જેમ ભારત તરફ આગળ વધી રહ્યું છે, તેમ તેમ દરિયા કિનારા બે રાજ્યોની ચિંતા વધી રહી છે.
વાવાઝોડાની ભીષણ અસરને જોતાં 197 ટ્રેન રદ કરવાનો નિર્ણય
24થી 26 ઑક્ટોબર વચ્ચે વાવાઝોડાની ભીષણ અસરને જોતાં 197 ટ્રેન રદ કરવાનો નિર્ણય કરાયો છે, ત્યારે પશ્ચિમ રેલવે પ્રમાણે, દાના વાવાઝોડાની અસરને ધ્યાનમાં રાખીને પૂરી-ગાંધીધામ વચ્ચે દોડતી ટ્રેનને 26 ઑક્ટોબરના રોજ રદ કરવાનો નિર્ણય કરાયો છે.
વાવાઝોડું દાના આજે બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાતમાં પરિવર્તિત થવાની શક્યતા
બંગાળની પૂર્વીય ખાડી પર છેલ્લા 6 કલાકમાં 13 કિ.મી.ની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહેલું વાવાઝોડું દાના આજે બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાતમાં પરિવર્તિત થવાની શક્યતા છે. તેમજ આ વાવાઝોડું રાતથી 25 ઑક્ટોબરની સવાર સુધીમાં ભીતરકનિકા અને ઓડિશાના ધમારાની નજીક આવી શકે છે.
આ પણ વાંચો: અમદાવાદમાં કોર્ટે નકલી જજ મોરિસ ક્રિશ્ચિયનના 11 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર