ન્યુટ્રિશનનું પાવરહાઉસ છે આ દાળઃ ભોજનમાં ઉમેરશો તો મળશે ગજબ ફાયદા


- મસૂરની દાળમાં ફેટની માત્રા નહીંવત હોય છે
- તેમા પ્રોટીન, ફાઇબર, પોટેશિયમ, ઝિંક, કેલ્શિયમ, નાયસિન હોય છે
- મસૂરની દાળ એનર્જી બૂસ્ટરનું કામ કરે છે
દાળને પ્રોટિન અને ન્યુટ્રિશનનો સૌથી સારો સ્ત્રોત માનવામાં આવે છે. મોટાભાગના ઘરમાં અડદ, મગ અને ચણાની દાળ ખાવામાં આવતી હોય છે. આ ઉપરાંત અન્ય એક દાળ પણ છે, જે ઝટપટ તૈયાર થઇ જાય છે. તેને ન્યુટ્રિશનનું પાવર હાઉસ પણ કહેવામાં આવે છે. આ દાળ છે મસૂર દાળ. અહીં જાણો મસૂર દાળ ખાવાના ફાયદા અંગે.
ન્યુટ્રિશન એક્સપર્ટ જણાવે છે કે મસૂરની દાળમાં પ્રોટીન, ફાઇબર, પોટેશિયમ, ઝિંક, કેલ્શિયમ, નાયસિન, વિટામિન્સ સહિતના અનેક મિનરલ્સ હોય છે, જે તમારા આરોગ્ય માટે સારા છે. તેથી તેને પાવર હાઉસ ઓફ ન્યુટ્રિશન પણ કહેવાય છે. તેમાં ફેટની માત્રા નહીંવત હોય છે.
આયરનથી ભરપૂર
આરોગ્ય નિષ્ણાતો કહે છે કે કાળી, છાલ વાળી મસૂર દાળમાં ભરપૂર માત્રામાં આયરન હોય છે. તે પ્રેગનન્ટ મહિલાઓ અને કિશોરીઓ માટે પણ ફાયદાકારક છે. એક કપ રાંધેલી મસૂર દાળમાં તમારા શરીરમાં આયરનની કમી પુરી થાય છે.
એનર્જી બૂસ્ટર
મસૂરની દાળ એનર્જી બૂસ્ટરનું કામ કરે છે. તેમાં ઉચ્ચ માત્રામાં ફાઇબર્સ અને કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ હોય છે, જે ધીમે ધીમે બર્ન થાય છે અને લાંબા સમય સુધી શરીરને એનર્જી આપે છે.
વેઇટ લોસમાં ઉપયોગી
મસૂરની દાળમાં ફાઇબર હોય છે. તે મેટાબોલિઝમમાં સહાયક છે. તેમાં પ્રોટીન, વિટામીન, મિનરલ્સ ભરપૂર હોય છે. તેથી તે તમારા વજનને ઘટાડી શકે છે. જે લોકો વજન ઘટાડવાનું વિચારી રહ્યા હોય તે ડાયટમાં મસૂર દાળ સામેલ કરી શકે છે.
પાચનમાં સહાયક
ન્યુટ્રિશન એક્સપર્ટનું કહેવુ છે કે મસૂર દાળ પાચન ક્રિયા સુધારે છે. નિયમિત રીતે દાળનો સૂપ પેટનું ભારેપણુ, ગેસ, એસિડીટી, ગળા અને છાતીમાં બળતરા, પેટમાં દુખાવો સહિતની પાચનની સમસ્યા દુર કરે છે.
ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ
આરોગ્ય નિષ્ણાતો માને છે કે જ્યારે કોઇ વ્યક્તિને લુઝ મોશન, કબજિયાત થાય તો તે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમના લક્ષણો છે. આમ કરવા પર એક કપ મસુર દાળને એક લીટર પાણીમાં ઉકાળી લો. આ પાણીનો ઉપયોગ દિવસમાં ૩થી ૪ વાર કરો.