આવતા વર્ષે 2024માં દેશમાં લોકસભાની ચૂંટણી થવાની છે ત્યારે BJP માટે આ ત્રણેય રાજ્યોની વિધાનસભાની ચૂંટણી ખૂબ જ મહત્વની હતી. જેમાં આજે મેઘાલયના કોનરાડ સંગમા 45 ધારાસભ્યોના સમર્થન સાથે બીજી વખત મેઘાલયના CM બન્યા છે. PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના દિગ્ગજ નેતાની હાજરીમાં શપથ લીધા.
કોનરાડ સંગમાએ બીજી વખત મેઘાલયના CM તરીકે શપથ લીધા છે. તેમના સમારોહમાં PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.
મેઘાલય વિધાનસભા ચૂંટણી 2023 માટે 27 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. ત્રિપુરા અને નાગાલેન્ડની સાથે, કોનરાડ સંગમાની નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) 26 બેઠકો જીતીને રાજ્યની ચૂંટણીના પરિણામો 2 માર્ચે જાહેર થયા હતા.
આ પણ વાંચો : ત્રિપુરા વિધાનસભા ચૂંટણીના પરિણામો પર CM માણિક સાહાએ કહ્યું- ‘આ જનતાની જીત છે’
બે ડેપ્યુટી CMએ શપથ લીધા
રાજધાની શિલોંગમાં કોનરાડ સંગમાની સરકારના શપથ ગ્રહણ સમારોહમાં બે ડેપ્યુટી CMએ પણ શપથ લીધા હતા. પ્રેસ્ટન ટાયન્સોંગ અને સ્નીવભાલંગ ધરને મેઘાલયના ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે.
અબુ તાહિર મંડલ, કિરમેન શાયલા, માર્ક્વિસ એન મારક અને રક્કમ એ સંગમાએ મેઘાલય સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા. આ સાથે એલેક્ઝાન્ડર લાલુ હેક, ડૉ. એમ. અમ્પારીન લિંગદોહ, પૌલ લિંગદોહ અને કોમિન્ગોન યામ્બોન, શકલિયર વર્જરીએ પણ મંત્રી તરીકે શપથ લીધા.
આ પણ વાંચો : PM મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે, ઓસ્ટ્રેલિયન પીએમ સાથે નિહાળશે ટેસ્ટ મેચ
45 ધારાસભ્યોનું સમર્થન
કોનરાડ સંગમાએ ભાજપ સાથે મળીને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. આ માટે તેમણે 22 ધારાસભ્યોના હસ્તાક્ષર કરેલો સમર્થન પત્ર રાજ્યપાલને સોંપ્યો હતો. બાદમાં, તેમને યુનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટીના 11 ધારાસભ્યો અને પીપલ્સ ડેમોક્રેટિક ફ્રન્ટના 2 વધુ ધારાસભ્યોનું સમર્થન પણ મળ્યું. આ રીતે સંગમાને 45 ધારાસભ્યોનું સમર્થન મળ્યું.